સંબંધિત સમાચાર
- CSK vs MI: છેલ્લી ઓવરમાં ચેન્નઈએ રોમાંચક જીત મેળવી, મુંબઈ ઈન્ડિયન્સને 4 વિકેટથી હરાવ્યું
- SRH vs RR - સનરાઇઝર્સ હૈદરાબાદે જીત સાથે કરી સિઝનની શરૂઆત, રાજસ્થાનને 44 રને હરાવ્યું.
- IPL-2025 મેચ દરમિયાન અમદાવાદમાં આ રસ્તાઓ બંધ રહેશે, પોલીસે નોટિસ આપી છે
- IPL 2025 માં આજે થશે ડબલ ધમાકો, જાણો શું છે બંને મેચનો સમય?
- KKR vs RCB: આરસીબીએ જીત સાથે કરી સિઝનની શરૂઆત, KKR ને 7 વિકેટથી હરાવ્યું
IPL 2025: આશુતોષ અને વિપ્રાજે લખનૌનાં હાથમાંથી જીત છીનવી, પંતની કેપ્ટનશીપ હેઠળ LSG ને મળી પહેલી હાર
IPL 2025 ની ચોથી મેચમાં, દિલ્હી કેપિટલ્સે લખનૌ સુપર જાયન્ટ્સને માત્ર 1 વિકેટથી હરાવ્યું. દિલ્હી માટે આ જીતનો હીરો આશુતોષ શર્મા હતો જેણે 31 બોલમાં 5 ચોગ્ગા અને એટલા જ છગ્ગાની મદદથી 66 રનની મેચ વિનિંગ ઇનિંગ રમી હતી. દિલ્હી 210 રનના લક્ષ્યાંકનો પીછો કરવા ઉતર્યું હતું અને એક તબક્કે 65 રનના સ્કોર પર 5 વિકેટ ગુમાવી દીધી હતી. ત્યારબાદ આશુતોષ બેટિંગ કરવા આવ્યો અને સ્ટબ્સ (34) અને વિપ્રજ નિગમ (39) સાથે સારી ભાગીદારી કરીને દિલ્હીને મેચમાં વાપસી કરવામાં મદદ કરી. આ રોમાંચક મેચમાં દિલ્હીએ છેલ્લી ઓવરમાં રોમાંચક જીત મેળવી.
લખનૌ તરફથી પૂરણ અને માર્શે રમી શાનદાર ઇનિંગ્સ
ટોસ હાર્યા બાદ, લખનૌએ પહેલા બેટિંગ કરી અને સારી શરૂઆત કરી. એડન માર્કરામ અને મિશેલ માર્શે પ્રથમ વિકેટ માટે 46 રન ઉમેર્યા. આ ભાગીદારી વિપ્રજે તોડી નાખી, તેણે દક્ષિણ આફ્રિકાના બેટ્સમેન માર્કરામને પોતાનો શિકાર બનાવ્યો. તે 13 બોલમાં 15 રન બનાવીને આઉટ થયો હતો. પ્રથમ ઝટકા પછી, નિકોલસ પૂરન અને મિશેલ માર્શે ઇનિંગ્સને ઝડપથી આગળ ધપાવી. બંનેએ બીજી વિકેટ માટે માત્ર 42 બોલમાં 87 રનની ભાગીદારી કરી. માર્શે 21 બોલમાં અડધી સદી ફટકારી. તે છ ચોગ્ગા અને એટલા જ છગ્ગાની મદદથી 72 રન બનાવીને આઉટ થયો. તે જ સમયે, પૂરણે 24 બોલમાં પોતાની ફિફ્ટી પૂરી કરી. તે 30 બોલમાં 75 રન બનાવીને આઉટ થયો હતો. તેને સ્ટાર્કે બોલ્ડ કર્યો. LSG માટે પોતાની પહેલી મેચ રમનાર ઋષભ પંત ખાતું ખોલાવ્યા વિના આઉટ થઈ ગયો. કુલદીપ યાદવના બોલ પર ડુ પ્લેસિસે તેનો કેચ આઉટ કરાવ્યો. આ મેચમાં લખનૌ માટે આયુષ બદોનીએ ચાર, શાહબાઝ અહેમદે નવ અને ડેવિડ મિલરે 27* રન બનાવ્યા, તેમની ઇનિંગ્સને કારણે ટીમે 200 રનનો આંકડો પાર કર્યો. બોલિંગમાં મિશેલ સ્ટાર્કે સૌથી વધુ 3 વિકેટ લીધી, જ્યારે કુલદીપ યાદવે બે વિકેટ લીધી.
LONG LIVE, IPL.....!!!
— Mufaddal Vohra (@mufaddal_vohra) March 24, 2025
- One of the greatest run chases in history, take a bow Ashutosh Sharma. pic.twitter.com/rxVzthPDC0
આશુતોષ શર્મા અને વિપરાજ નિગમની ધુંઆધાર બેટિંગ
સાતમા નંબરે બેટિંગ કરવા આવેલા આશુતોષ શર્માએ 31 બોલમાં અણનમ 66 રન બનાવીને ટીમને વિજય તરફ દોરી ગયો. તેણે 5 ચોગ્ગા અને 5 છગ્ગા ફટકાર્યા. આશુતોષે ટ્રિસ્ટન સ્ટબ્સ સાથે 48 રનની મહત્વપૂર્ણ ભાગીદારી કરી. પછી તેણે વિપરાજ નિગમ સાથે 55 રન ઉમેર્યા. છેલ્લી વિકેટ માટે 6 બોલમાં 19 રનની અણનમ ભાગીદારી થઈ.
અહીંથી, આશુતોષ શર્મા અને ડેબ્યુટન્ટ વિપ્રજ નિગમ દિલ્હીનું મેચમાં કમબેક કરાવ્યું. બંને વચ્ચે 55 રનની ભાગીદારી થઈ, પરંતુ પછી 16 ઓવર પછી ટાઈમઆઉટ થયો. આ બ્રેકમાં, ડીસીના બંને બેટ્સમેનોનો મોમેન્ટમ તૂટી ગયો. સમય સમાપ્ત થયા પછી, વિપ્રાજ નિગમ આગામી ઓવરના બીજા બોલ પર આઉટ થઈ ગયો. તેણે 15 બોલમાં 39 રન બનાવ્યા. નિગમ આઉટ થયા પછી પણ આશુતોષે આશા છોડી ન હતી. તેણે નીચલા ક્રમના બેટ્સમેન સાથે શાનદાર બેટિંગ કરી અને દિલ્હી માટે જીત સાથે કમબેક કરાવ્યું. આશુતોષ શર્મા 31 બોલમાં 66 રન બનાવીને અણનમ રહ્યા. તેણે સિક્સર મારીને ટીમને વિજય અપાવ્યો.
