1. સમાચાર જગત
  2. ક્રિકેટ
  3. આઈપીએલ 2025
Written By
Last Modified: શનિવાર, 3 મે 2025 (12:37 IST)

આવો કેચ જોઈને તમે પણ મોંમાં આંગળા નાખી દેશો, રાશિદ ખાને તો ગઝબ જ કરી નાખ્યુ જુઓ VIDEO

rashid khan
rashid khan
આઈપીએલ 2025 માં એક બાજુ જ્યા કેટલાક પ્લેયર્સ છે જે સહેલા કેચ પણ ટપકાવી રહ્યા છે તો કેટલાક એવા પણ કેચ અત્યાર સુધી જોવા મળ્યા છે જેને જોઈને કોઈ પણ હેરાન જરૂર રહી ગયા છે. આમા હવે રાશિદ ખાનનો પણ કેચ જોડાય ગયો છે. જેણે સનરાઈઝર્સ હૈદરાબાદ વિરુદ્ધ થયેલ મુકાબલામાં ટ્રેવિસ હેડને દોડતા એવો કેચ પકડ્યો જે ખરેખર અવિશ્વસનીય હતો. રાશિદે આ મુકાબલામાં પોતાની બોલિંગથી જરૂર બધાને નિરાશ કર્યા પણ  ફિલ્ડિંગ મામલે તે ટીમ માટે મેચ વિનર ખેલાડી જરૂર સાબિત થયા.   

 
રાશિદે દોડતી વખતે એક પણ સેકંડ માટે બોલ પરથી નજર ન હટાવી 
સનરાઈઝર્સ હૈદરાબાદની ટીમ જ્યારે ગુજરાત ટાઈટંસ વિરુદ્ધ મેચમાં 225 રનના ટારગેટનો પીછો કરી રહી હતી તો તેમની ઓપનિંગ જોડીએ પહેલી વિકેટ માટે 4.2 ઓવર્સમા 49 રન બનાવી લીધા હતા.  આ ઓવરની ત્રીજી બોલ જે પ્રસિદ્ધ ક્રિષ્ણાએ ફેંકી હતી તેને ટ્રૈવિસ હેડે ડીપ મિડવિકેટની તરફ હવામાં રમી એ દરમિયાન ત્યા ફિલ્ડિંગ કરી રહેલ રાશિદ ખાને બોલને હવામાં જોતા જ પોતાની જમણી બાજુ દોડ લગાવી દીધી. રાશિદે લગભગ 32 મીટર દોડ લગાવવાની સાથે બોલને પકડવા માટે સ્લાઈડ કર્યુ અને પછી તેને બંને હાથોથી લપકી લીધી. રાશિદે આ દરમિયાન એકવાર પણ બોલ પરથી પોતાની નજર હટાવી નહી અને પોતાનુ બેલેંસ પણ બનાવી રાખ્યુ. ટ્રૈવિસ હેડની આ વિકેટ ગુજરાત ટાઈટંસ માટે ખૂબ મહત્વની હતી કારણ કે આ મેચનુ પાસુ હૈદરાબાદ તરફ સહેલાઈથી વળી શકતુ હતુ. હેડ 16 બોલમાં 20 રનની રમત રમ્યા બાદ પેવેલિયન પરત ફર્યા 
  
અત્યાર સુધી 10 મેચોમાં ફક્ત 7 વિકેટ લઈ શક્યા રાશિદ ખાન  
રાશિદ ખાનની ગણતરી ટી20 ક્રિકેટમાં મેચ વિનર બોલરોમાં કરવામાં આવે છે. જેમા તેમની કમાલ આઈપીએલમાં જોવા મળી છે. પણ આ સીજન અત્યાર સુધી રાશિદ બોલિંગમાં એ આશા પર સંપૂર્ણ રીતે ખરા ઉતરવામાં સફળ થઈ શક્યા નથી. રાશિદે અત્યાર સુધી 10 મેચ આઈપીએલ  2025 માં રમી છે અને તે 50.28 ની સરેરાશથી ફક્ત 7 વિકેટ જ લેવામાં સફળ થઈ શક્યા છે.  રાશિદે હૈદરાબાદ વિરુદ્ધ મેચમાં 3 ઓવર્સની બોલિંગ કરી હતી જેમા તેઓ ત્યા એક પણ વિકેટ લેવામાં સફળ ન થઈ શક્યા તો બીજી બાજુ તેમણે 50 રન પણ આપી દીધા હતા.