સોમવાર, 14 એપ્રિલ 2025
  1. ગુજરાત સમાચાર
  2. ક્રિકેટ
  3. આઈપીએલ 2025
Written By
Last Modified: ગુરુવાર, 10 એપ્રિલ 2025 (13:05 IST)

DC વિરુદ્ધ મેચમાં કોહલી પાસે 'વિરાટ' રેકોર્ડ બનાવવાની તક, બની શકે છે આવુ કરનારા પહેલા ભારતીય

IPL 2025 માં 10 એપ્રિલના રોજ રૉયલ ચેલેંજર્સ બેંગલુરુ(RCB) અને દિલ્હી કૈપિટલ્સ (DC)ની વચ્ચે મેચ રમાશે. આ મુકાબલો RCB ના હોમગ્રાઉંડ એમ ચિન્નાસ્વામીમા રમાશે.  આ મેચ દરમિયાન વિરાટ કોહલી પાસે પોતાને નામ એક મોટો રેકોર્ડ કરવાની તક હશે. જો તે આજના મુકાબલામાં હાફ સેંચુરી લગાવી દે છે તો તે એક એવો કીર્તિમાન પોતાને નામ કરી લેશે જે આ પહેલા કોઈ ભારતીય નથી કરી શક્યો.  વિરાટ IPL 2025 માં અત્યાર સુધી શાનદાર ફોર્મમાં જોવા મળ્યા છે. તેમણે મુંબઈ ઈંડિયંસ વિરુદ્ધ અગાઉની મેચમાં 67 રનની રમત રમી હતી અને તે આવનાર મેચમાં પોતાની આ લયને કાયમ રાખવા માંગશે.  
 
ટી20માં એક મોટો રેકોર્ડ પોતાને નામે કરશે વિરાટ કોહલી 
વિરાટ કોહલી દિલ્હી કૈપિટલ્સ વિરુદ્ધ મેચમાં જો હાફ સેંચુરી લગાવે છે તો તે ટી20 ફોર્મેટમાં પોતાની 100 હાફ સેંચુરી પૂરી કરી લેશે અને આવુ કરનારો તે પહેલો ભારતીય બેટ્સમેન બની જશે.  ટી20 ફોર્મેટમાં સૌથી વધુ હાફ સેંચુરી લગાવવાના મામલે વિરાટ બીજા નંબર પર છે. આ લિસ્ટમાં નંબર એક પર ઓસ્ટ્રેલિયાના પૂર્વ ઓલરાઉંડર બેટસમેન ડેવિડ વોર્નર નુ નામ છે. વોર્નરે પોતાના ટી-20 કરિયરમાં 108 હાફ સેન્ચુરી લગાવી છે. 
 
IPL 2025 મા વિરાટનુ પ્રદર્શન રહ્યુ છે શાનદાર  
વર્તમાન સીજનમાં વિરાટ કોહલી શાનદાર ફોર્મમાં જોવા મળી રહ્યા છે. તેમણે સીઝનની શરૂઆત કેકેઆર વિરુદ્ધ મેચમાં સદી સાથે કરી. મુંબઈ ઈંડિયંસ વિરુદ્ધની મેચમાં તેમણે 42 બોલ પર 67 રન બનાવીને આરસીબીને એક મજબૂત સ્કોર સુધી પહોચાડીને ટીમની જીતમાં મહત્વનુ યોગદાન આપ્યુ.  
 
દિલ્હી વિરુદ્ધ શાનદાર રહ્યો છે કોહલીનો રેકોર્ડ 
દિલ્હી કેપિટલ્સ સામે વિરાટ કોહલીનું બેટ હંમેશા ફોર્મમાં રહ્યું છે. તેણે આ ટીમ સામે એક હજારથી વધુ રન બનાવ્યા છે. ડીસી સામે, તેણે અત્યાર સુધીમાં 29 મેચની 28 ઇનિંગ્સમાં 50.33 ની સરેરાશથી 1057 રન બનાવ્યા છે. આ સમયગાળા દરમિયાન, તેણે 10 વખત અડધી સદી ફટકારી છે. એક મેચમાં તેની પાસે સદી ફટકારવાની તક હતી પણ તે 99 રનના સ્કોર પર આઉટ થઈ ગયો હતો. આજે ફરી ચાહકો વિરાટ કોહલી પાસેથી મોટી ઇનિંગની અપેક્ષા રાખશે.