સંબંધિત સમાચાર
- Dasha Mata Ni Katha: ઘર પરિવારની દશા સુધારે છે દશા માતા, અહી વાંચો તેમની પાવન કથા
- Chaitra Navratri 2026: માતાજીના 108 નામ
- Surya Gochar 2026 and Horoscope: 14 માર્ચથી સૂર્ય કરશે રાશિ પરિવર્તન, આ 4 રાશિઓના રાશિના જાતકોના આવશે શુભ દિવસ, ધન દોલતથી ભરાય જશે તિજોરી
- Chaitra Navratri 2026: ચૈત્ર નવરાત્રિ ક્યારથી થશે શરૂ ? જાણી લો ઘટસ્થાપનાની તારીખ અને 9 દિવસના શુભ રંગ
- ટીમ ઈંડિયા માટે BCCI એ ખોલ્યો ખજાનો, 100 કરોડથી વધુની રકમનુ એલાન
કાવ્યા મારને ખરીદ્યો પાકિસ્તાની સ્પીનર તો મચી ગયો હાહાકાર, ભારતીય ફેંસ ભડક્યા
Kavya Maran buys Abrar Ahmed: ઈંગ્લેન્ડની 100-બોલ લીગ ધ હંડ્રેડ 2026 ની પહેલી હરાજીમાં સનરાઈઝર્સ લીડ્સે પાકિસ્તાની ખેલાડીને ખરીદ્યો કે તરત જ સોશિયલ મીડિયા પર હોબાળો મચી ગયો. ખરેખર, સનરાઈઝર્સ લીડ્સનો IPL ટીમ સનરાઈઝર્સ હૈદરાબાદ એટલે કે SRH સાથે સંબંધ છે. બંને ફ્રેન્ચાઇઝી કાવ્યા મારનના સન ટીવી નેટવર્ક ગ્રુપની માલિકીની છે. આ જ કારણ છે કે જ્યારે સનરાઈઝર્સ લીડ્સ ફ્રેન્ચાઇઝીએ પાકિસ્તાનના મિસ્ટ્રી સ્પિનર અબરાર અહેમદને પોતાની ટીમમાં સામેલ કર્યો, ત્યારે ઘણા ભારતીય ચાહકોએ સોશિયલ મીડિયા પર નારાજગી વ્યક્ત કરી. તમને જણાવી દઈએ કે, 27 વર્ષીય અહેમદ એક લેગ સ્પિનર છે, જેણે પાકિસ્તાન માટે 46 ટેસ્ટ, 28 ODI અને 52 T20I રમી છે.
અબરારને મળ્યો કાવ્યા મારન ની ટીમનો સાથ
પાકિસ્તાની સ્પિનર અબરાર અહેમદને સનરાઇઝર્સ લીડ્સે 190,000 પાઉન્ડ આશરે રૂ. 2.3 કરોડમાં ખરીદ્યો હતો. આ ડીલ સાથે, અબરાર ધ હંડ્રેડમાં ભારતીય માલિકીની ફ્રેન્ચાઇઝી દ્વારા ખરીદાયેલો પ્રથમ પાકિસ્તાની ખેલાડી બન્યો. હરાજી દરમિયાન, અબરાર માટે સનરાઇઝર્સ લીડ્સ અને ટ્રેન્ટ રોકેટ્સ વચ્ચે જોરદાર બોલી લડાઈ થઈ, પરંતુ અંતે સનરાઇઝર્સ જીતી ગયું. અબરારની બેઝ પ્રાઈસ 75,000 પાઉન્ડ હતી, પરંતુ બોલી વધીને તે રકમથી લગભગ અઢી ગણી થઈ ગઈ. જો કે, આ નિર્ણય પછી, ઘણા ભારતીય ચાહકોએ સોશિયલ મીડિયા પર પોતાનો ગુસ્સો વ્યક્ત કર્યો છે. ફેંસ એ અબરાર અહેમદના જૂના વીડિયો અને ફોટા શેર કર્યા છે, જેમાં SRH પર સવાલ ઉઠાવ્યા છે.
Meet Abrar Ahmed
— Tejash (@Tejashyyyyy) March 12, 2026
- He used to mock Abhinandan with a tea gesture
- He used to mock Indian players with unwanted celebrations
- He used to mock Indian soldiers during the Operation Sindoor
Despite everything Kavya Maran and Sunrisers had brought him in the Hundred league.… pic.twitter.com/Z41auspDe3
સોશિયલ મિડીયા પર બબાલ
કેટલાક યુઝર્સ એ ફ્રેન્ચાઇઝીની ટીકા કરી, એશિયા કપ દરમિયાન અબરારના ઉજવણી અને ભારતીય ખેલાડીઓની મજાક ઉડાવવાની વાતને યાદ કરી. અન્ય લોકોએ એમ પણ કહ્યું કે આ નિર્ણયે અંગ્રેજી મીડિયામાં અગાઉના દાવાઓને ખોટા સાબિત કર્યા છે કે IPL માલિકો પાકિસ્તાની ખેલાડીઓને ખરીદશે નહીં.
Didn't expect this from Kavya Maran pic.twitter.com/hYSpzZH3pQ
— (@LoyalSRHfan) March 12, 2026
ઉલ્લેખનિય છે કે હરાજી પહેલા, એવી ચર્ચા હતી કે IPL ફ્રેન્ચાઇઝીઓ ધ હંડ્રેડમાં પાકિસ્તાની ખેલાડીઓને ટાળશે. એ નોંધનીય છે કે 2009 થી કોઈ પાકિસ્તાની ખેલાડી IPLમાં રમ્યો નથી, અને IPL માલિકો ઘણીવાર વિશ્વભરની અન્ય ફ્રેન્ચાઇઝી લીગમાં પાકિસ્તાની ખેલાડીઓને સાઈન કરવાથી બચતા આવ્યા છે.
I have unfollowed and BLOCKED @SunRisers and @sunrisersleeds for buying Abrar Ahmed.
— Brutal Truth (@sarkarstix) March 12, 2026
He mocked Abhinandan with his silly social media posts. Can't support an IPL team which is not true to its own country
