DC vs KKR: કોલકાતા નાઈટ રાઈડર્સે એ 8 વિકેટે જીતી મેચ, ફીણ એલને સદી ફટકારી
DC vs KKR: ઇન્ડિયન પ્રીમિયર લીગની 19મી સીઝનની 51મી લીગ મેચ દિલ્હી કેપિટલ્સ અને કોલકાતા નાઈટ રાઇડર્સ વચ્ચે દિલ્હીના અરુણ જેટલી સ્ટેડિયમ ખાતે રમાઈ હતી, જેમાં KKR એ એકતરફી 8 વિકેટથી વિજય મેળવ્યો હતો. ટોસ જીતીને KKR ના કેપ્ટન અજિંક્ય રહાણેએ પ્રથમ બોલિંગ કરવાનો નિર્ણય લીધો હતો. પ્રથમ બેટિંગ કરતા, દિલ્હી કેપિટલ્સ 20 ઓવરમાં 8 વિકેટ ગુમાવીને ફક્ત 142 રન જ બનાવી શક્યું હતું. પથુમ નિસાન્કાએ 50 રન અને આશુતોષ શર્માએ મહત્વપૂર્ણ 39 રન બનાવ્યા હતા. KKR તરફથી અનુકુલ રોય અને કાર્તિક ત્યાગીએ 2-2 વિકેટ લીધી હતી, જ્યારે વૈભવ અરોરા, સુનીલ નારાયણ અને કેમેરોન ગ્રીને 1-1 વિકેટ લીધી હતી.
143 રનના લક્ષ્યાંકનો પીછો કરવા ઉતરેલી કેકેઆરની શરૂઆત ખરાબ રહી, તેણે 31 રન પર બે વિકેટ ગુમાવી દીધી. ત્યારબાદ ફિન એલન અને કેમેરોન ગ્રીને મેચ જીતી લીધી, અને 64 બોલમાં ત્રીજી વિકેટ માટે 116 રનની ભાગીદારી કરી. ફિન એલને 47 બોલમાં 100 રન બનાવ્યા, જ્યારે ગ્રીન 33 રન બનાવીને અણનમ રહ્યો. દિલ્હી કેપિટલ્સ માટે કેપ્ટન અક્ષર પટેલે માત્ર એક વિકેટ લીધી.
