શનિવાર, 28 ડિસેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. વ્યાપાર
  3. આઈટી
Written By
Last Modified: ગુરુવાર, 31 મે 2018 (13:30 IST)

WhatsApp ટક્કર આપવા આવી રહ્યો છે બાબા રામદેવનો સોશિયલ મીડિયા એપ Kimbho

બીએસએનએલ સાથે મળીને સ્વદેશી સમૃદ્ધિ સિમ કાર્ડ લોંચ કર્યા પછી હવે બાબા રામદેવે સોશિયલ મીડિયાના દિગ્ગજ વ્હાટ્સએપને ટક્કર આપવાની તૈયારી કરી લીધી છે. યોગ ગુરૂ બાબા રામદેવની કંપની પતંજલિએ સિમ પછી હવે બુધવારે સ્વદેશી મેસેજિંગ એપ કિમ્ભો લૉંચ કર્યો છે. 
 
ગૂગલ પ્લેસ્ટોરથી બાબા રામદેવના આ એપને મફતમાં ડાઉનલોડ કરી શકાય છે આ એપની ટૈગલાઈન છે 'અબ ભારત બોલેગા' ભારતમાં બાબા રામદેવના આ સ્વદેશી એપ કિમ્ભોની સીધી ટક્કર વ્હાટ્સએપ સાથે થશે. 
 
કિંભો એપ સ્વદેશી સોશિયલ મીડિયામાં શુ છે ખાસ 
 
Kimbhoને મેસેજિંગ, શેયરિંગ અને વૉઈસ કૉલ કેટેગરીમાં મુકવામાં આવ્યુ છે. તેનાથી વોટ્સએપની જેમ વીડિયો કૉલિંગ કરી શકાશે. યૂઝર્સ રિયલ ટાઈમમાં ટેક્સ્ટ, મેસેજ, વીડિયો, ફોટો અને ઑડિયો પણ શેયર કરી શકશે.  આ એપમાં લોકેશન શેયરિંગનુ પણ ફીચર છે. આ એપ સંપૂર્ણ રીતે ઈનક્રિપ્ટેડ અને સુરક્ષિત છે અને તેમા વ્હાટ્સએપની જેમ કોઈપણ જાહેરાત નહી દેખાય. 
 
તમારે એપની મુખ્ય સ્ક્રીન પર ચેટ્સ, કૉંટેક્સ અને એક્ટિવિટી - 3 ટૈબ મળશે.  તેમા આપવામાં આવેલ ગિયર આઈકનમાં જઈને પ્રોફાઈલ એડિત કરી શકો છો. ગિયર આઈકન પાસે એક પેંસિલ જેવા બટન પર ટૈપ કરીને ડૂડલિંગ કરી શકાય છે. 
 
- પતંજલિના કિંભો એપમાં પ્રોફાઈલ પેજ પર એડિટ પ્રોફાઈલમાં જઈને તમારુ નામ, ફોટો સેટ કરી શકાય છે.  તેમા ફોન નંબર બદલવાનો વિકલ્પ પણ છે. આ ઉપરાંત તસ્વીર અને વીડિયો પણ ઓટો ડાઉનલોડ કરી શકાય છે. 
 
- કિંભો એપમાં જ્યારે તમે કોઈને મેસેજ કરો છો તો તમને ટાઈપિંગ બારની નીચે સજેશન માટે એક આઈકન મળશે. 
 
- જો તમે કોઈની સાથે કિંભો એપ શેયર કરવા માંગો છો તો બીજા એપ પર લિંક મોકલીને તેને તમે શેયર કરી શકો છો.