ગુરુવાર, 25 એપ્રિલ 2024
  1. સમાચાર જગત
  2. વ્યાપાર
  3. આઈટી
Written By
Last Modified: બુધવાર, 9 મે 2018 (15:07 IST)

Whatsapp યૂઝર્સ એપ ખોલ્યા વગર જ મિત્રો સાથે કરશે ચૈટિંગ જાણો કેવી રીતે

Whatsapp યૂઝર્સ માટેના ખુશ ખબર છે.. જો તમારી પાસે કોઈ મોબાઈલ ન હોય અને ન તો તમે વ્હોટ્સએપ વેબનો ઉપયોગ કરી શકતા હોય પણ તેમ છતા તમને ચૈટ કરવી જરૂરી હોય તો .. તો હવે ચિંતા કરશો નહી તમારે માટે એક ગૂડ ન્યૂઝ છે.. મેસેજિંગ એપ Whatsapp  આ પરેશાનીનો જવાબ લઈને આવ્યો છે. 
 
ફેસબુકના સ્વામિત્વવાળા સોશિયલ મૈસેંજર એપે એક ડોમેન રજિસ્ટર કરાવ્યુ છે. આ ડોમેન www.wa.me છે. તેની મદદથી યૂઝર્સ એપ ખોલ્યા વગર જ વ્હોટ્સએપ પર પોતાના મિત્રો સાથે ચૈટિંગ કરી શકશે.. 
 
એક રિપોર્ટ મુજબ આ નવુ ડોમેન api.whatsapp.comનુ શોર્ટ લિંક છે અને તેનાથી વ્હોટ્સએપ ચૈટ તરત ખોલવામાં મદદ મળી શકે છે.  
 
જાણો કેવી રીતે કામ કરે  છે આ ફીચર 
આ સર્વિસનો લાભ લેવા માટે યૂઝરે સૌ પહેલા એપને એંડ્રોયડ વર્જન 2.18.138 પર અપગ્રેડ કરવુ પડશે.  આ wa.me પર પોતાની સાથે તમને રિકૉગ્નાઈઝ કરી લેશે અને તમે બ્રાઉઝર ખોલ્યા વગર જ ચૈટ કરી શકશો. 
 
યૂઝર્સને https://wa.me// પર જવુ પડશે.  ત્યારબાદ ત્યા એ ફોન નંબર નાખવો પડશે જેની સાથે એ ચેટ કરવા માંગે છે. ત્યારબાદ સહેલાઈથી ચૈટિંગ થઈ શકશે.