બુધવાર, 8 જાન્યુઆરી 2025
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: બુધવાર, 9 મે 2018 (14:02 IST)

લ્યો બોલો પોલીસને સુરેન્દ્રનગરના તળાવમાંથી દારુની બોટલો મળી

ગાંધીનાં ગુજરાતમાં દારૂબંધીની વાતો માત્ર હવામાં જ છે. બાકી અહીં સૌથી વધુ દારૂ વેચાય છે. તેનો ધંધો થાય છે અને તેને પીનારાની પણ કોઇ જ કમી નથી. ત્યારે હવે પોલીસે દારૂનો જથ્થો કોઈ ટ્રકમાંથી કે પછી કોઈ બુટલેગર પાસેથી નહિં પરંતુ પાટડીના તળાવમાંથી દારૂનો જથ્થો મળી આવ્યો છે. જેને લઈને સમગ્ર વિસ્તારમાં આ ઘટના ચર્ચાનો વિષય બન્યો છે. ઘટનાની વિગત અનુસાર સુરેન્દ્રનગરના પાટડીના તળાવમાંથી દારૂનો બોટલો મળી આવી છે. પોલીસે આ તળાવમાંથી 40થી વધુ દારૂની બોટલો શોધી કાઢી છે.

થોડા દિવસ પહેલા સુરેન્દ્રનગર પાટડી પોલિસે લાખો રૂપિયાનો દારૂ કબ્જે કર્યો હતો. પરંતુ પોલિસ કોટરનું તાળું તોડીને 1 લાખ 80નો વિદેશી દારૂ કોઈ ચોરી કરીને ઉઠાવી ગયું હોવાની વાત સામે આવી હતી. જેને લઈને પોલીસ બેડામાં ખળભળાટ મચી ગયો હતો. જેને લઈને પોલીસની બેદરકારી સામે પ્રશ્નો ઉભા થયા હતા. ત્યારે પોલીસને મળેલી બાતમી આધારે પોલીસે પાટડી તળાવમાં તપાસ હાથ ધરી હતી. અને તળાવમાંથી 40થી વધુ બોટલો શોધી કાઢી હતી.આમ પોલિસનાં નાક નીચેથી લાખો રૂપિયાનો દારૂ ચોરી થતાં પોલીસની કામગારી સામે અનેક સવાલો ઉભા થયા હતા. હાલ તો પોલીસ આ સમગ્ર મામલે તપાસ હાથ ધરી છે.