શુક્રવાર, 24 જાન્યુઆરી 2025
  1. સમાચાર જગત
  2. વ્યાપાર
  3. આઈટી
Written By
Last Modified: નવી દિલ્હી. , મંગળવાર, 14 ડિસેમ્બર 2021 (19:06 IST)

Google Chrome યુઝર્સ ધ્યાન આપે, સરકારે આપી આ ચેતાવણી, તરત જ કરો આ કામ

ઈંડિયન કમ્યુટર ઈમરજેંસી રિસ્પોંસ ટીમ (CERT-In) ની તરફથી ગુગલ ક્રોમ (Google Chrome)યુઝર્સ માટે તાત્કાલિક ચેતવણી રજુ  કરવામાં આવી છે. CERT-In ઈલેક્ટ્રોનિક્સ અને ઈન્ફોર્મેશન ટેકનોલોજી મંત્રાલય (MeitY) હેઠળ કામ કરે છે. આ જ CERT-IN ઓફિસ દ્વારા એક રિપોર્ટ રજુ  કરવામાં આવ્યો છે, જે મુજબ સુપ્રસિદ્ધ બ્રાઉઝિંગ પ્લેટફોર્મ ગૂગલ ક્રોમ યુઝર સેફ્ટીની દૃષ્ટિએ ખતરનાક છે. સરકારે ગૂગલ ક્રોમમાં ઘણી નબળાઈઓ શોધી કાઢી છે, જે હેકિંગ તરફ દોરી શકે છે. 
 
તરત જ અપડેટ કરો  Google Chrome
 
સરકાર તરફથી રજુ થયેલી એડવઈઝરી મુજબ યુઝર્સ તરત જ Google Chrome બ્રાઉઝરને અપડેટ કરવુ જોઈએ. જો સરકારનું માનીએ તો, અન્યથા, ઉપકરણને દૂરસ્થ રીતે હેક કરવાનું જોખમ રહેશે, જેમાંથી તમારી સંવેદનશીલ વ્યક્તિગત વિગતો ચોરાઈ શકે છે. સરકારની સાથે ગૂગલની ટીમે પણ યુઝર્સને ક્રોમ બ્રાઉઝર અપડેટ કરવાની સલાહ આપી છે. ગૂગલના જણાવ્યા અનુસાર, લેટેસ્ટ ક્રોમ બ્રાઉઝરમાં 22 પ્રકારના સિક્યોરિટી ફિક્સ આપવામાં આવ્યા છે, જે યુઝરની પ્રાઈવસી વધારવાનું કામ કરે છે.
કંઈ કમીઓની થઈ છે ઓળખ 
 
CERT-In ની રિપોર્ટ અનુસાર ગૂગલ ક્રોમ બ્રાઉઝરમાં અનેક પ્રકારની ખામીઓ ઓળખવામાં આવી છે. રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે ગુગલ ક્રોમ ટાઇપ કન્ફ્યુઝનને કારણે V8માં ઉપયોગ કરવા માટે સુરક્ષિત નથી. આમાં વેબ એપ, યુઝર ઇન્ટરફેસ, સ્ક્રીન કેપ્ચર, ફાઇલ્સ API, ઓટો-ફિલ અને ડેવલપર્સ ટૂલ્સ જેવી ઘણી ખામીઓ ઓળખવામાં આવી છે.