શુક્રવાર, 24 જાન્યુઆરી 2025
  1. સમાચાર જગત
  2. વ્યાપાર
  3. આઈટી
Written By
Last Modified: ગુરુવાર, 13 સપ્ટેમ્બર 2018 (12:51 IST)

Apple એ લોંચ કર્યા 3 નવા iPhones, જાણો તેની કિમંત અને ફિચર્સ

Apple એ બુધવારે કૈલિફોર્નિયામાં આવેલ સ્ટીવ જોબ્સ થિયેટરમાં ત્રણ નવા iPhones લોંચ કર્યા. આ ઉપરાંત વૉચ સીરિઝ 4ને પણ લૉંચ કરવામાં આવી.  જે ત્રણ iPhone લૉંચ કરવામાં આવ્યા તેમના નામ iPhone Xs, iPhone Xs Max और iPhone XR છે. iPhone XS ને કંપનીએ iPhone Xના સક્સેસરના રૂપમાં ઉતારી છે. તેમા 5.8 ઈંચની સુપર રેટિના ઓએલઈડી ડિસ્પ્લે આપવામાં આવી છે. આ ઉપરાંત iPhone XS Maxમાં 6.5 ઈંચની સ્ક્રીન રહેશે. 
 
 
જાણો iPhone XS, iPhone XS Max અને iPhone XR ના ફિચર્સ 
 
 ગત વર્ષે લોન્ચ કરેલા iPhone Xના અપગ્રેડ વર્ઝન તરીકે નવો આઇફોન Xs (10એસ) લોન્ચ કરવામાં આવ્યો.
 
- નવો iPhone Xs 5.8 ઇંચની OLED સુપર રેટિના ડિસ્પ્લે ધરાવે છે. જ્યારે iPhone Xs Max (10એસ મેક્સ) 6.5 ઇંચની સુપર રેટિના OLED ડિસ્પ્લે ધરાવે છે.
 
- iPhone Xs અને iPhone Xs Max વચ્ચે માત્ર સ્ક્રીન સાઇઝનો જ ફરક છે. અન્ય તમામ ફીચર્સ સરખા છે.
 
- નવા iPhone Xs અને iPhone Xs Maxમાં સ્ટીરિયો સાઉન્ડ મળશે. તે સિવાય એપલના ટ્રેડમાર્ક ફેસઆઇડીને વધુ સિક્યોર બનાવવાનો કંપનીએ દાવો કર્યો છે.
 
- ત્રણેય નવા સ્માર્ટફોન એપલની અત્યંત પાવરફુલ A12 Bionic ચિપ અને લેટેસ્ટ iOS 12 સાથે આવશે. કંપનીના દાવા અનુસાર, આ ચિપ અગાઉ કરતાં 50 ઘણી ફાસ્ટ છે અને 40 ટકા ઓછો પાવર યૂઝ કરે છે. નવા આઇફોનમાં આપેલ ન્યૂરલ એન્જિન (Neural Engine) મશીન લર્નિંગને વધુ સારી બનાવશે.
iPhone Xs અને iPhone Xs Maxના કેમેરા
 
- iPhone Xs અને iPhone Xs Maxમાં 12+12 મેગાપિક્સલના ડ્યુઅલ રિઅર કેમેરા અને 7 મેગાપિક્સલનો ફ્રન્ટ કેમેરા સેટઅપ છે.
 
- આ કેમેરા સ્માર્ટ HDR ફીચર ધરાવે છે. આ ફીચરને કારણે મૂવિંગ ઓબ્જેક્ટનો પણ બેસ્ટ ફોટો ક્લિક કરવો પોસિબલ બનશે. તે સિવાય એપલે પોતાના ટ્રેડમાર્ક પોટ્રેટ મોડ અને પોટ્રેટ લાઇટિંગને અપગ્રેડ કર્યા છે.
 
- 12 મેગાપિક્સલના ડ્યુઅલ કેમેરા ડેપ્થ કંટ્રોલ ધરાવે છે, જેને કારણે તમે ફોટોમાં ઇચ્છો તેવું બ્લર (બોકેહ) ઇફેક્ટ આપી શકશો.
 
ડ્યુઅલ સિમ સપોર્ટ
 
- iPhone Xs અને iPhone Xs Max ડ્યુઅલ સિમ સપોર્ટ કરશે. જો કે, બંને સ્માર્ટફોનમાં ભારતમાં હાલમાં મળે છે તેવા ડ્યુઅલ સિમ સ્લોટ નહીં હોય.
 
- સ્માર્ટફોનમાં એક સિમ સ્લોટ હશે પરંતુ બીજો નંબર યૂઝ કરવા માટે eSIM યૂઝ કરી શકાશે. ઇસિમ યૂઝ કરવા માટે તમારે કેમેરો ઓપન કરી જે-તે ટેલિકોમ કંપનીનો QR કોડ સ્કેન કરવાનો રહેશે.
 
- ભારતમાં હજી ઇસિમનું ચલણ શરૂ નથી થયું પરંતુ એપલની જાહેરાત અનુસાર એરટેલ, વોડાફોન અને જિયો ભારતમાં eSIM સર્વિસ ટૂંક જ સમયમાં શરૂ કરી શકે છે.
 
iPhone Xs અને iPhone Xs Max વચ્ચે માત્ર સ્ક્રીન સાઇઝનો જ ફરક છે. અન્ય તમામ ફીચર્સ સરખા છે.
 
 
iPhone Xsની કિંમત - 64 જીબીની કિંમત અંદાજે 71783 રૂપિયા - 256 જીબીની કિંમત અંદાજે 82561 રૂપિયા - 512 જીબીની કિંમત અંદાજે 96932 રૂપિયા
iPhone Xs Maxની કિંમત - 64 જીબીની કિંમત અંદાજે 75375 રૂપિયા - 256 જીબીની કિંમત અંદાજે 89746 રૂપિયા - 512 જીબીની કિંમત અંદાજે 104117 રૂપિયા