સોમવાર, 23 ડિસેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. વ્યાપાર
  3. આઈટી
Written By
Last Updated : શુક્રવાર, 6 જુલાઈ 2018 (13:19 IST)

Jio2 - જાણો જિયો ફોન 2ના ફિચર્સ,કેવી રીતે મેળવશો જિયો લેટેસ્ટ ફોન ?

રિલાયંસ જિયોએ પોતાની વાર્ષિક સામાન્ય સભામાં બ્રોડબેંડ અને જિયો ફોન 2ની જાહેરાત કરી. સાથે જ કહ્યુ કે જૂના જિયો ફોનને ટૂંક સમયમાં જ ત્રણ મોટા એપ યૂટ્યુબ ફેસબુક અને વ્હોટ્સએપની ભેટ મળશે.  મતલબ 1500 રૂપિયાવાલા જિયો ફોનમાં પણ તમે વ્હાટ્સએપ ચલાવી શકશો.   આ માટે કંપની ટૂંક સમયમાં જ અપડેટ રજુ કરશે. 
હવે જોઈએ રિલાયંસ જિયો જૂનો ફોન અને નવો જિયો 2 માં શુ તફાવત છે 
 
જૂના ફોનમાં એનએફસીનો સપોર્ટ નહોતો પણ નવા ફોનમાં એનએફસીનો તમને સપોર્ટ મળશે. નવા ફોનમાં ડિસ્પ્લે પહોળાઈમાં વધુ છે જે જૂના ફોનમાં લંબાઈમાં વધુ હતી. બંને ફોનમાં ડિસ્પ્લે 2.4 ઈંચની ક્યૂવીજીએ છે. નવા જિયો ફોનમાં ક્વાર્ટી કીપૈડ મળશે જે જૂના ફોનમાં સાધારણ હતી. નવો ફોનની કિમંત 2999 રૂપિયા છે પણ જૂના ફોનની કિમંત 0 રૂપિયા હતી કારણ કે કંપનીએ 3 વર્ષ પછી 1500 રૂપિયા પરત આપવાનુ વચન આપ્યુ હતુ. 
 
આવો જાણીએ જિયો ફોન 2 ની કિમંત અને સ્પેસિફિકેશન 
 
જિયો ફોન 2 ના ફીચર્સની વાત કરીએ તો તેમા મોટા કી-બોર્ડ, 4 જી સપોર્ટ, 2.4 ઈંચની ડિસ્પ્લે, 2000 એમએએચની બેટરી, 512 એમબી રૈમ અન એ 4 જીબી સ્ટોરેજ મળશે જેને 128 જીબી સુધી વધારી શકાશે.  આ ફોનમાં 2 મેગાપિક્સલનો રિયર અને 0.3 મેગાપિક્સલ ફ્રંટ કૈમરા આપવામાં આવ્યો છે.   
 
આ ઉપરાંત ફોનમાં જિયોના આ ફોનમાં વીઓએલટીઈ અને વીઓવાઈ-ફાઈ મતલબ વૉયસ ઓવર વાઈ-ફાઈ મળશે. આ ઉપરાંત ફોનમાં એફએમ, વાઈફાઈ, જીપીએસ અને એનએફસી જેવા ફીચર્સ પણ મળશે.  ફોનનુ વેચાણ  15 ઓગસ્ટ 2018ના રોજથી થશે અને આની કિમંત 2999 રૂપિયા રહેશે.  જિયો ફોન 2ની વિશેષતા એ છે કે તેમા બે સિમનો સપોર્ટ મળશે. જેમા તમે જિયો ઉપરાંત બીજી કંપનીના સિમ કાર્ડનો પણ ઉપયોગ કરી શકશો. 
 
 21 જુલાઈથી તમે તમારા કોઈપણ જૂના ફીચરવાળ ફોનને લઈને કંપનીનો 1500વાળો જિયો ફોન ફક્ત 500 રૂપિયામાં ખરીદી શકો છો. પણ ધ્યાન રાખજો કે  તમે જૂનો જિયો ફોન પરત કરીને નવો જિયો ફોન 2 નથી લઈ શકતા. જૂનો જિયો ફોન કંપની 3 વર્ષ પછી જ પરત લેશે.