1. સમાચાર જગત
  2. વ્યાપાર
  3. આઈટી
Written By
Last Modified બુધવાર, 22 જૂન 2022 (18:57 IST)

Oppoએ પોતાનો નવો સ્માર્ટફોન Oppo A57 કર્યો લોન્ચ, 15 મિનિટના જ થઈ જાય છે ચાર્જ

Oppoએ પોતાનો નવો સ્માર્ટફોન Oppo A57 (2022) ભારતમાં લોન્ચ કર્યો છે. આ સ્માર્ટફોનમાં તમને 6.55 ઇંચની ડિસ્પ્લે, 13 MPનો પ્રાઇમરી કેમેરા અને મીડિયાટેક G-35 પ્રોસેસર જેવા ફીચર્સ આપવામાં આવ્યા છે. આ ફોનમાં તમને 33W ફાસ્ટ ચાર્જિંગ અને 5000mAhની બેટરી આપવામાં આવી છે.
 
શક્તિશાળી બેટરી 15 મિનિટના ચાર્જમાં 4 કલાકનું વીડિયો પ્લેબેક આપશે, કિંમત 13,999 રૂપિયા
 
Oppoએ પોતાનો નવો સ્માર્ટફોન Oppo A57 (2022) ભારતમાં લોન્ચ કર્યો છે. આ સ્માર્ટફોનમાં તમને 6.55 ઇંચની ડિસ્પ્લે, 13 MPનો પ્રાઇમરી કેમેરા અને મીડિયાટેક G-35 પ્રોસેસર જેવા ફીચર્સ આપવામાં આવ્યા છે. આ ફોનમાં તમને 33W ફાસ્ટ ચાર્જિંગ અને 5000mAhની બેટરી આપવામાં આવી છે. તો ફોનની કિંમતથી લઈને ફીચર્સ સુધીની સંપૂર્ણ વિગતો મેળવીએ.
 
કિંમત - આ સ્માર્ટફોનને માત્ર એક જ વેરિએન્ટમાં લોન્ચ કરવામાં આવ્યો છે. આ સ્માર્ટફોન 4GB રેમ અને 64GB સ્ટોરેજ સાથે આવે છે, તેની કિંમત 13,999 રૂપિયા રાખવામાં આવી છે. તે બે કલર ઓપ્શનમાં આવે છે - ગ્લોઇંગ ગ્રીન અને ગ્લોઇંગ બ્લેક. આ સ્માર્ટફોનને કંપનીની ઓફિશિયલ વેબસાઈટના માધ્યમથી ખરીદી શકાય છે.
 
 
સ્પેસિફિકેશન્સ - Oppo A57 સ્માર્ટફોનમાં 6.56 ઇંચની ડિસ્પ્લે છે, જેનો રિફ્રેશ રેટ 60હર્ટ્ઝ અને રિઝોલ્યુશન HD+ (1,612x720 px) છે. નવા સ્માર્ટફોનમાં બાયોમેટ્રિક્સ માટે ફિંગરપ્રિન્ટ અને ફેસિયલ રેકગ્નિઝન સપોર્ટ પણ આપવામાં આવ્યો છે. આ સ્માર્ટફોનના ઇનબિલ્ટ સ્ટોરેજને 1TB સુધી વધારી શકાય છે.
ફોટોગ્રાફી માટે તેમાં ડ્યુઅલ રિયર કેમેરા સેટઅપ મળે છે. તેમાં 13MPનું પ્રાઈમરી સેન્સર અને 2MP નો મોનો લેન્સ આપવામાં આવ્યો છે. સેલ્ફી માટે તેમાં 8MPનો કેમેરો આપવામાં આવ્યો છે. આ સ્માર્ટફોનના કેમેરાની 30 fps પર 1080p વીડિયો રેકોર્ડિંગ ક્ષમતા છે.
 
તેમાં 33W સુપરવોક ચાર્જિંગ સપોર્ટ સાથે 5,000mAhની બેટરી આપવામાં આવી છે. કંપનીનો દાવો છે કે, આ ફોનમાં 15 મિનિટના ચાર્જમાં 4 કલાકથી વધુ વીડિયો પ્લેબેક આપવામાં આવ્યું છે. ફોનની સુરક્ષા માટે તેમાં ફેસ અનલોક અને ફિંગરપ્રિન્ટ સેન્સર બંને આપવામાં આવ્યા છે. આ ઉપરાંત ડ્યુઅલ સિમ સપોર્ટ સાથે ફોનમાં 4G સપોર્ટ, USB ટાઈપ-સી અને 3.5mm ઓડિયો જેક પણ આપવામાં આવ્યો છે.