1. સમાચાર જગત
  2. વ્યાપાર
  3. આઈટી
Written By
Last Modified: સોમવાર, 3 જાન્યુઆરી 2022 (13:37 IST)

પ્રોફેસરે બનાવ્યુ એવુ TV, જેની સ્ક્રીન ચાટવા પર મળશે ખાવાનો સ્વાદ

જાપાનના એક પ્રોફેસરે બિલકુલ જ જુદા પ્રકારનુ ટીવી બનાવીને લોકોને હેરાન કરી નાખ્યા છે. ઉલ્લેખનીય છે કે આ ટીવીને તમે ટેસ્ટ પર કરી શકો છો. એટલે કે ટીવી સ્ક્રીનને ચાટીને તમે તમારી પસંદગીના ખાવાન્નો સ્વાદ લઈ શકો છો. જી હા  મેઈજી યુનિવર્સિટી ( Meiji University)માંઅભ્યાસ કરાવનારા પ્રોફેસર હોમેડ મિયાશિતા 
( Homei Miyashita) એ ટેસ્ટ ધ ટીવી નામનુ આ અનોખુ ટેલીવિઝન તૈયાર કર્યુ છે.  જેની સ્ક્રીનને ચાટીને દર્શકો અનેક પ્રકારના ખાવાના સ્વાદનો અનુભવ કરી શકે છે. 
 
કેવી રીતે કામ કરે છે કે આ લિકેબલ ટીવી  ?
 
ન્યુઝ એંજસી રોયટર્સેની રિપોર્ટ મુજબ આ ટીવીમાં 10 કૈનિસ્ટર્સ લાગ્યા છે, જે એક હાઈજીન ફિલ્મ પર ફ્લેવર (સ્વાદ)ને સ્પ્રે કરે છે. ત્યારબાદ આ ફિલ્મ ટીવી સ્ક્રીન પર રોલ કરે છે જેને દર્શકો ચાટી શકે છે. 
 
આટલા રૂપિયા હશે ટીવીની કિમંત 
 
પ્રોફેસરનુ માનવુ છે કે આ અનોખા ઉપકરણની મદદથી રસોઈયાઓ અને ખાવના બિઝનેસ કરતા લોકોને દૂર બેસીને જ ટ્રેનિંગ આપી શકાય છે. અનુમાન છે કે જોઆ ટેલીવિઝનને બજારમાં લાવવમાં આવ્યુ તો તેની કિમંત 875 ડૉલર (ભારતીય કરેંસીમાં લગભગ 73000 રૂપિયા) હશે. 
 
 
જેથી લોકો દુનિયા સાથે જોડાયેલા રહે... 
 
પ્રોફેસરે મિયાશિતાનો હેતુ છે કે લોકો ઘરે બેસીને જ દુનિયાના કોઈ બીજા ભાગના રેસ્ટોરેંટમાં પીરસવા જનારા રસોઈનો આનંદ ઉઠાવે. કારણ કે કોવિડ-19ના કારણે દરેક કોઈ ઘરમાંકેદ છે. આવામાં આ ટીવી લોકોને જોડી રાખશે. 
 
બનાવી ચુક્યા છે એક ખાસ પ્રકારની ચમચી. 
 
તેમણે આગળ જણાવ્યુ કે તેઓ એવા પ્લેટફોર્મ પર કામ કરી રહ્યા છે જ્યા લોકો તેના જુદા જુદા ફ્લેવર્સને ડાઉનલોડ પણ કરી શકશે. આ પહેલા પ્રોફેસરે મિયાશિતાએ પોતાના સ્ટુડેંટ સાથે મળીને એક એવુ ફોર્ક/કાંટાવાળી ચમચી બનાવી હતી  જેમા ખાવાનુ મોઢામાં ગયા પછી વધુ સ્વાદિષ્ટ પણ થઈ જાય છે. 
 
ઉલ્લેખનીય છે કે એક વિદ્યાર્થીનીએ મશીનને કહ્યુ મને સ્વીટ ચોકલેટ જોઈએ, તો થોડી કોશિશ પછી તેનો ઓર્ડર સ્ક્રીન પર સ્પ્રે થયો. જેને તેણે ચાખ્યો અને કહ્યુ - હા આનો ટેસ્ટ મિલ્ક ચોકલેત જેવો લાગી રહ્યો છે.