શનિવાર, 28 ડિસેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. વ્યાપાર
  3. આઈટી
Written By
Last Modified: બુધવાર, 28 સપ્ટેમ્બર 2022 (12:24 IST)

Vivo X Fold- હવે આ કંપનીએ લૉન્ચ કર્યો ફોલ્ડ ફોન

Vivo X Fold-  વીવોએ નવો ફોલ્ડિંગ ફોન લોન્ચ કર્યો છે, જે 50MPના કેમેરાની સાથે આવે છે. તેમાં તમને બે સ્ક્રીન મળશે. ડિવાઈસમાં ક્વાડ રિયર કેમેરો સેટઅપ મળે છે. હેન્ડસેટ 80Wની વાયર્ડ ચાર્જિગ અને 50Wનો વાયરલેસ ચાર્જિગ સપોર્ટ કરે છે. તેમાં 12GB RAM અને 512GB સુધીની સ્ટોરેજનુ ઓપ્શન આપવામાં આવ્યું છે. આવો જાણીએ તેની કિંમત અને ફીચર્સ.  
 
આ હેન્ડસેટને કંપનીએ Vivo X Foldના સક્સેસરના રૂપમાં લોન્ચ કર્યો છે, જે આ વર્ષની શરૂઆતમાં આવ્યો હતો. નવા ફોલ્ડેબલ સ્માર્ટ ફોનમાં 8.03-inch ની AMOLED પેનલ અંદરની તરફ મળે છે. તો 6.53-inch ની AMOLED પેનલ બહારની તરફ આપવામાં આવી છે
 
Vivo X Fold+ની કિંમત 
હેન્ડસેટ બે કૉન્ફિગ્રેશનમાં આવે છે. જેના 12GB RAM + 256GB સ્ટોરેજને તમે 9999 યુઆન (લગભગ 1,15,000)માં ખરીદી શકો છો. તો 12GB RAM + 512GB સ્ટોરેજ વેરિએન્ટની કિંમત લગભગ 1,25,000 રૂપિયા છે