રવિવાર, 12 જાન્યુઆરી 2025
  1. સમાચાર જગત
  2. વ્યાપાર
  3. આઈટી
Written By
Last Modified: ગુરુવાર, 24 જાન્યુઆરી 2019 (13:18 IST)

WhatsApp પર આવ્યુ આ બેસ્ટ ફીચર, યૂઝર્સને બનાવ્યા દિવાના

WhatsApp New Feature: વ્હાટ્સએપે આ વર્ષે પોતાના એપમાં અનેક ફીચર જોડ્યા છે. એપને યૂઝર ફ્રેંડલી બનાવવા માટે કંપની પોતાના એપમાં ફેરફાર કરતી રહી છે. આવો જાણીએ મહત્વપૂર્ણ નવા ફીચર વિશે.. વ્હાટ્સએપે આ વર્ષે સ્ટિકર ફીચર રજુ કર્યુ છે. આ ફીચરને લોકોએ ખૂબ પસંદ કર્યુ છે. આ ફીચર ફેસબુક મેસેંજર પર પહેલાથી જ હતુ. લોકો આ ફીચરની લાંબા સમયથી રાહ જોઈ રહ્યા હતા.  જેને વ્હાટસએપે ઓક્ટોબરમાં લોંચ કર્યુ છે.  
 
વ્હાટ્સએપ પેમેંટ ફીચર આ વર્ષે ખૂબ ચર્ચામાં રહ્યુ.   આ ફીચરને લઈને વિવાદ પણ થયો. જો કે આ ફીચર હજુ પણ બીટા ફેજમાં જ છે. કારણ કે તેની લૉંચિંગને અનુમતિ મળી નથી. આ ફીચરની લોકો આતુરતાથી રાહ જોઈ રહ્યા હતા.   આ વર્ષે વ્હાટ્સએપે પોતાનો બિઝનેસ એપ વ્હાટ્સએપ બિઝનેસ પણ લૉંચ કર્યો છે.  આ એપનો ઉપયોગ પોતાનો બિઝનેસ વધારવા માટે કરવામાં આવી રહ્યો છે. જે વેપારી પોતાના ગ્રાહકો સાથે વ્હાટ્સએપ પર ડીલ કરે છે તેમને માટે વ્હાટ્સએપ બિઝનેસ નામથી જુદો એપ રજુ કરવામાં આવ્યો છે. 
 
વ્હાટ્સએપે આ વર્ષે ગ્રુપ વીડિયો કોલિંગ ફીચર પણ રજુ કર્યુ છે.  આ ફીચરની મદદથી તમેબે કે ત્રણ મિત્રો સાથે ગ્રુપમાં વીડિયો કોલિંગ કરી શકો છો. વ્હાટ્સએપના આ ફીચરને પણ ખૂબ પસંદ કરવામાં આવી રહ્યો છે.   વ્હાટ્સએપે આ ઉપરાંત બીજા અનેક ફીચર રજુ કર્યા છે. આ ફીચરમાં સ્વાઈપ ટૂ રિપ્લાય, સ્વિચ કૉલ, પિક્ચર ઈન પિક્ચર, મેસેજ ફોર્વર્ડ લેબલ વગેરેનો સમાવેશ છે.  આ ઉપરાંત વ્હાટ્સએપ બીજા અનેક ફીચર પર પણ કામ કરી રહ્યુ છે જેને ટૂંક સમયમાં જ રજુ કરવામાં આવી શકે છે.