બુધવાર, 25 ડિસેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. વ્યાપાર
  3. આઈટી
Written By
Last Modified: મંગળવાર, 15 જાન્યુઆરી 2019 (12:28 IST)

Whatsapp જૂની ચેટ ક્લીન કરી રહ્યું નવું વાટસએપ Bug આ રીતે બચાવો તમારા મેસેજ

Whatsapp પર તમારી પર્સનલ ચેટને બચાવી રાખવું પણ એક મુશ્કેલ ટાસ્ક થઈ ગયું છે. એક નવું વ્હાટસએપ બગ ઘણા યૂજર્સની જૂની ચેટ હિસ્ટ્રીને ડિલીટ કરી રહ્યું છે. આવો જાણીએ કેવી રીતે બચાવીએ તમારી ચેટ 
 
દુનિયાના સૌથી મોટા ઈંસ્ટેંટ એપ વ્હાટસએપ્ માં હવે નવી સમસ્યા આવી ગઈ છે. ઘણા યૂજર્સનો કહેવું છે કે તેની જૂની ચેટ  ગુમ થઈ રહી છે. જણાવી રહ્યું છે કે આ એક બગના કારણે થઈ રહ્યું છે. દુનિયાભરના ઘણા યૂજર્સ હેરાન છે કે તેના જૂના મેસેજ અચાનક ગુમ કેવી રીતે થવા લાગ્યા. યૂજર્સએ ટ્વિટરની સાથે ઘણા ઑનલાઈન પ્લેટફાર્મેસ પર તેની શિકાયત કરી છે પણ વાટસએપની તરફથી આ વિશે કોઈ ઑફીશિયલ વાત જાહેર નહી કરી. 
 
એક યૂજરએ સંભળાવી આપવીતી 
એક યૂજરએ લખ્યું કે પાછલા મહીનાથી ચેટ હિસ્ટ્રી સતત ગુમ થઈ રહી છે. દર સવારે જોઉં છું કે બે ચેટ ગુમ થઈ જાય છે. હું moto G4 plus મોબાઈલ ઉપયોગ કરી રહ્યુ છું. ગૂગલ સર્ચ કર્યું તો ખબર પડી કે ઘણા યૂજર્સની સાથે આ પ્રકારની સમસ્યા છે. મે વાટસએપની સપોર્ટ ટીમને 25 થી વધારે મેલ કર્યા. પરેશાન છું કે કોઈ જવાબ નથી મળ્યું. ઓછામાં ઓછા 5 વાર એપને રિઈંસ્ટાલ કર્યું અને મોબાઈલ પણ રિસેટ કર્યું. પણ ઘણાને અસર નથી પડયું. અહીં સુધી કે મે એંટીવાયરસ અને ક્લીંનિંગ એપનો ઉપયોગ પણ બંદ કરી નાખ્યું છે.