ગુરુવાર, 26 ડિસેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. વ્યાપાર
  3. આઈટી
Written By
Last Modified: શુક્રવાર, 11 જાન્યુઆરી 2019 (17:44 IST)

WhatsApp new features - આ ફિંગરપ્રિંટ ઓથેંટિકેશન ફીચર એંડ્રાયડ (Android) અને iOS યૂઝર્સ બંને માટે રહેશે.

વોટ્સએપ પોતાના યૂઝર્સ માટે એક નવુ ફીચર આપવા જઈ રહ્યુ છે.  ખાસ વાત એ છે કે આ ફીચર એંડ્રાયડ (Android) અને iOS યૂઝર્સ બંને માટે હશે. તાજેતરમાં જ આ સમાચાર આવ્યા કે WhatsApp પોતાના ડાર્ક મોડ ફીચરને હટાવી શકે છે. હવે નવા સમાચાર છે કે વોટ્સએપ એંડ્રાયડ યૂજર્સ માટે ફિંગરપ્રિંટ ઓથેટિકેશન  (WhatsApp fingerprint authentication) ઓપ્શન લઈને આવી રહ્યુ છે.  તેનાથી યૂઝર કોઈ મેસેજિંગ એપ્લીકેશનના ઉપયોગમાં પહેલા કરતા વધુ સિક્યોરિટી મળશે. 
 
મીડિયા રિપોર્ટ્સ મુજબ ફેસ આઈડી (Face ID) અને ટચ આઈડી (Touch ID) ના વોટ્સએપ પર ઈંટીગ્રેશનનો પ્રોસેસ ચાલુ છે પણ અત્યાર સુધી આ ઉપલબ્ધ થઈ શક્યો નથી. આ દરમિયાન વોટ્સએપે એક વધુ ફીચરના ઉપયોગમાં લાવવાનો નિર્ણય કર્યો અને આ માટે વોટ્સએપ ફિંગરપ્રિંટ ઑથેટિકેશનનો વિકલ્પ પસંદ કરાયો. આ Android OS યૂઝર્સ માટે મળી રહેશે.  માહિતી મુજબ આ માટે તે મેસેજિંગ એપ્લીકેશન એક નવુ સેક્શન બનાવી રહ્યુ છે અને આ સેક્શન દ્વારા ફિંગરપ્રિંટ ઓથેટિકેશન ફીચર કામ કરશે. 
 
કેવુ હશે આ નવુ ફીચર 
 
મીડિયા રિપોર્ટ્સ મુજબ આ ફીચર એંડ્રોયડ ઓએસ પર એ જ રીતે કામ કરશે જે રીતે તે  iOS  પર કામ કરે છે અને જે એપ્પલ એએસ પર હાજર છે. જેનો મતલબ એ થયો કે યૂઝર્સને આ ફીચરના ઉપયોગ માટે વધુ કશુ નહી કરવુ પડે.  જ્યારે પણ તમે આ મેસેજિગ એપ્લીકેશન એપનો ઉપયોગ કરશો તો આ યૂઝરની ઓળખ ફિંગરપ્રિંટ દ્વારા કરી લેવી. રિપોર્ટ્સમાં એ પણ કહેવામાં આવ્યુ છે કે  જો કોઈ કારણસર વોટ્સએપ યૂઝરના ફિંગરપ્રિંટની ઓળખ નથી કરી શકતો તો પણ ડિવાઈસના બીજા ઓપ્શન દ્વારા યૂઝર તેને ઓપન કરી શકશે.  હાલ આ ફીચર ડેવલોપમેંટ પર છે. આ ઉપરાંત વોટ્સએપ ઓડિયો મેસેજને મોકલવા માટે પણ એક નવુ ફીચર લાવવામાં આવી રહ્યુ છે. હવે યૂઝર ઓડિયો મેસેજ મોકલતા પહેલા તેનો પ્રિવ્યુ પણ જોઈ શકાશે.