બુધવાર, 25 ડિસેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. વ્યાપાર
  3. વ્યાપાર સમાચાર
Written By
Last Modified: નવી દિલ્હી. , શુક્રવાર, 11 જાન્યુઆરી 2019 (10:32 IST)

Gold Price Today: સોનાનો ભાવ 33,000 રૂપિયા પાર, શરાફામાં સતત ચોથા દિવસમાં તેજી

સોનાના ભાવમાં સતત ચોથા દિવસ પણ તેજી રહી.  ગુરૂવારે સોનાનો ભાવ 33,000 રૂપિયા પ્રતિ 10 ગ્રામના સ્તરને પાર કરી ગયો. છેલ્લા 4 દિવસમાં સોનાનો ભાવ 650 રૂપ્યા પ્રતિ ગ્રામ વધી ગયો છે. આજે દિલ્હી શરાફા બજારમાં સોનાનો ભવ 270 રૂપિયાની તેજી સાથે 33,070 રૂપિયા પ્રતિ 10 ગ્રામ થઈ ગયો. સોનામાં સ્થાનીક જ્વેલર્સની માંગને કારણે તેજી આવી. 
 
ચાંદીનો ભાવ પણ આજે 410 રૂપિયાની તેજી સાથે 40,510 રૂપિયા પ્રતિ કોલોના સ્તર પર પહોંચી ગયો.  ચાંદીમાં સિક્કા નિર્માતાઓ અને ઈંડસ્ટ્રિયલ યૂનિટની માંગ આવી. સોનાનો ભાવમાં સોમવારે 110 રૂપિયા મંગળવારે 40 રૂપિયા અને બુધવારે 110 રૂપિયાની તેજી આવી હતી. ટ્રેડર્સ મુજબ ડોલર સામે રૂપિયો 70ની આસપાસ ટ્રેડ કરી રહ્યો છે. લોકો પોતાનુ જોખમ ઓછુ કરવા માટે સોનામાં રોકાણ કરી રહ્યા છે. 
 
વિશ્વ સ્તર પર ન્યૂયોર્કમાં સોનાનો ભાવ વધીને 1294.97 ડૉલર પ્રતિ ઔસ થઈ ગયો. બીજી બાજુ ચાંદીનો ભાવ પણ વધીને 15.74 ડોલર પ્રતિ ઔસ થઈ ગયો. દિલ્હી શરાફા બજારમાં 99.9 તકા અને 99.5 ટકા શુદ્ધતાવાળુ સોનુ ક્રમશ  270-270 રૂપિયા મજબૂત થઈને 33,070 રૂપિયા અને  32,920 રૂપિયા પ્રતિ દસ ગ્રામ પર પહોંચી ગયો.  છેલ્લા 3 દિવસમાં સોનાના ભાવમાં 300 રૂપિયાનો વધારો થયો છે.