શુક્રવાર, 10 જાન્યુઆરી 2025
  1. સમાચાર જગત
  2. વ્યાપાર
  3. આઈટી
Written By
Last Modified: સોમવાર, 28 જાન્યુઆરી 2019 (18:07 IST)

WhatsApp ના નવા ફીચરથી વીડિયો જોવાની મજા આવી જશે, આ રીતે કરો ઉપયોગ

પોપુલર મેસેજિંગ એપ  WhatsApp પોતાના યૂઝર્સની સગવડ માટે અવાર નવાર નવા નવા ફીચર્સ લાવી રહ્ય છે.  WhatsApp ફરી એક નવુ ફીચર લઈને આવ્યુ છે. જે તેના વેબ વર્ઝન માટે છે.  WhatsApp ના નવા ફીચરનુ નામ Picture in Picture (પિક્ચર ઈન પિક્ચર કે PIP) મોડ છે. 
 
WABetaInfoના ટ્વીટ મુ૳જબ  WhatsApp યુઝર્સ કોઈપણ યૂઝર સાથે વાત કરતા પન એપ પર શેયર કરવામાં આવેલ ફેસબુક, ઈસ્ટાગ્રામ, યૂટ્યુબ નએ સ્ટ્રીમએબલ પર હોસ્ટ વીડિયોને જોઈ શકે છે. આ ફીચર એડ્રોયડ યૂઝર્સ માટે ગયા મહિને ડિસેમ્બરમાં રજુ કરવામાં આવ્યુ હતુ અને હવે તેને Web માટે રોલઆઉટ કરવામાં આવ્યુ છે. 
 
કેવી રીતે કામ કરશે આ ફીચર 
 
આ ફીચર WhatsApp  પર તમારા વીડિયો જોવાના અંદાજને બદલી નાકહ્શે. જેનાથી WhatsApp  Web  યૂઝર્સ ઈસ્ટાગ્રામ કે યૂટ્યુબ વીડિયોને ચૈટમાં હાજર રહીને પણ વીડિયો જોઈ શકો છો.  આ નવા ફીચરનો ફાયદો એ હશે કે જો જો તમે ડેસ્ટટોપ પર વોટ્સએપ ઓપન કર્યુ છે અને તમારી પાસે વીડિયો આવે છે તો તમે WhatsAppથી બહાર ગયા વગર ત્યા જ એ વીડિયોને જોઈ શકો છો.