JIO એ લોંચ કર્યો Jio Rail એપ, તમારે માટે લાભકારી સાબિત થશે
રિલાયંસ જિયો કંપનીના 4જી વોલ્ટી ફીચરફોન જિયોફોન પર ગ્રાહકો માટે ભારતીય રેલવે ખાનપાન અને પર્યટન નિગમ (IRCTC)ની રેલ ટિકિટની બુકિંગ, રદ્દ કરાવવા અને પીએનઆરની સ્થિતિ જાણવા જેવી અનેક સેવાઓ ઉપલબ્ધ કરાઈ છે.
JIO એ આ માટે જિયો રેલ (Jio Rail) નામનો એક વિશેષ એપ લૉંચ કર્યો છે. ન્યૂઝ એજંસી મુજબ દેશના દૂરસંકચાર ઈતિહાસમાં આવુ પહેલીવાર થવા જઈ રહ્યુ છે જ્યારે ગ્રાહકને કોકી ફીચર ફોન પર આ પ્રકારની સુવિદ્યાઓ પુરી પાડવામાં આવી હોય. જિયો રેલ એપ સેવા હાલ જિયો ફોન અને જિયોફોન 2 ના ગ્રાહકો માટે મળી રહેશે.
જિયો રેલ એપ (Jio Raild App) દ્વારા ગ્રાહક ટિકિટ બુક કરાવવા ઉપરાંત તેને રદ્દ પણ કરાવી શકે છે. રેલ ટિકિટની ચુકવણી માટે ગ્રાહક ડેબિટ કાર્ડ, ક્રેડિટ કાર્ડ કે ઈ વોલેટનો ઉપયોગ કરી શકે છે. આ ઉપરાંત જિયો રેલ એપ પર પીએનઆર સ્થિતિની માહિતી, રેલગાડીની સમય સારણી, રેલગાડીના રૂટ્સ અને સીટની માહિતી વિશે જિયોરેલ એપ દ્વારા માહિતી મેળવી શકે છે.
સ્માર્ટફોન માટે નિગમના એપની જેમ જિયોરેલ એપ દ્વારા પણ ગ્રાહક તત્કાલ બુકિંગ કરી શકશે. જિયોફોનના જે ગ્રાહકો પાસે આઈઆરસીટેસીનુ ખાતુ નથી તેઓ જિયોરેલનો એપનો ઉપયોગ કરી નવુ ખાતુ પણ બનાવી શકે છે. પીએનઆરની સ્થિતિમાં ફેરફારની માહિતી, ટ્રેન લોકેટર અને ખાનપાન ઓર્ડર જેવી સેવાઓ પણ આ એપ પર જલ્દી જ મળી રહેશે. એપ દ્વારા ટિકિટ બુકિંગ ખૂબ સહેલાઈથી થઈ જશે અને જિયોફોન ગ્રાહકોને બુકિંગ માટે લાંબી લાઈન અને એજંટોથી છુટકારો મળી જશે.
રિલાયંસ જિયો (Reliance Jio) રેલવેની સત્તાવાર સેવા આપનારી છે. કંપનીએ થોડા દિવસ પહેલા જ એયરટેલનેમાત આપીને આને મેળવી છે. રેલવે સાથે પોતાની ભાગીદારીને આગળ વધારતા રિલાયંસ જિયોએ જિયો રેલ એપ લોંચ અક્ર્યો છે અને તેમને આશા છે કે આ સુવિદ્યા તેમના ગ્રાહકો માટે ખૂબ લાભકારી સાબિત થશે.