સોમવાર, 27 જાન્યુઆરી 2025
  1. ગુજરાત સમાચાર
  2. વિધાનસભા ચૂંટણી 2024
  3. જમ્મુ અને કાશ્મીર વિધાનસભા ચૂંટણી 2024
Written By
Last Modified: ફ્લોરા. , શનિવાર, 7 સપ્ટેમ્બર 2024 (13:46 IST)

જમ્મુમાં અમિત શાહનુ મોટુ નિવેદન, બોલ્યા - જ્યા સુધી શાંતિ નહી ત્યા સુધી પાકિસ્તાન સાથે વાતચીત નહી

દેશના ગૃહ મંત્રી અમિત શાહ જમ્મુ કાશ્મીરના પ્રવાસ પર છે. આ દરમિયાન તેમણે જમ્મુના પલૌરામાં રેલીને સંબોધિત કરી. તેમણે કહ્યુ કે આ સંયોગ જ છે કે જમ્મુ કાશ્મીરમાં પહેલા ચૂંટણી સંમેલન ગણેશ ચતુર્થીના દિવસે શરૂ થઈ રહ્યુ છે અને અમે બધા માનીએ છીએ કે  વિધ્નહર્તા યાત્રાઓના બધા વિધ્નનુ હરણ કરે છે.  હુ દેશવાસીઓને ગણેશ ચતુર્થીની ખૂબ ખૂબ શુભકામનાઓ આપુ છુ.  આજથી જૈન ભાઈઓના પર્યુષણ પર્વનો પણ પ્રારંભ થઈ રહ્યો છે. હું તમામ જૈન ભાઈઓ અને તમામ દેશવાસીઓને પર્યુષણ પર્વની ખૂબ ખૂબ શુભેચ્છા પાઠવું છું.
 
આવનારી ચૂંટણી ઐતિહાસિક 
શાહે કહ્યુ કે આવનારી ચૂંટણી એક ઐતિહાસિક ચૂંટણી છે. જ્યારથી દેશ આઝાદ થયો પહેલીવાર, જમ્મુ કાશ્મીરના મતદાતા બે ઝંડા નહી એક તિરંગા નીચે પોતાનુ મતદાન કરશે. પહેલીવાર બે સંવિઘાન નહી, ભારતના સંવિઘાનના હેઠળ મતદાન થવા જઈ રહ્યુ છે. 
 
 શાહે કહ્યું કે અમે લોકોને ઘરે-ઘરે જઈને તેમના (નેશનલ કોન્ફરન્સ અને કોંગ્રેસ)ના વિભાજનકારી એજન્ડાથી વાકેફ કર્યા છે.  મેં પ્રેસ કોન્ફરન્સ કરીને નેશનલ કોન્ફરન્સ અને કોંગ્રેસના વિભાજનકારી એજન્ડાનો પર્દાફાશ કર્યો હતો.  પરંતુ આજે હું તમારા બધાની સામે આવ્યો છું, કારણ કે મને મીડિયા કરતાં વધુ  તમારા પર વિશ્વાસ છે કારણ કે હું પણ તમારા જૂથનો છું, હું પણ  બૂથ પ્રમુખ રહ્યો છું.
 
નેશનલ કોન્ફરન્સ અને કોંગ્રેસ પર સાધ્યું નિશાન 
શાહે કહ્યું કે ધારા 370 હટાવ્યા બાદ જમ્મુ-કાશ્મીરની માતાઓ અને બહેનોને 70 વર્ષ પછી અધિકાર મળ્યો છે. નેશનલ કોન્ફરન્સ અને કોંગ્રેસ પાર્ટી આ અધિકારો છીનવી લેવા માંગે છે. શું તમે આ અધિકાર છીનવી લેવા દેશો ? નેશનલ કોન્ફરન્સ અને કોંગ્રેસ પાર્ટી પથ્થરબાજી અને આતંકવાદમાં સામેલ લોકોને જેલમાંથી મુક્ત કરવા માંગે છે જેથી કરીને જમ્મુ, પૂંછ, રાજૌરી જેવા વિસ્તારોમાં જ્યાં શાંતિ છે ત્યાં આતંકવાદ પાછો આવે. શું તમે આતંકવાદને આ વિસ્તારોમાં પાછા આવવા દેશો?
 
શાહે કહ્યું, 'નેશનલ કોન્ફરન્સ, કોંગ્રેસ અને પીડીપીના લોકો કહે છે કે અમે પહેલા જેવી સિસ્ટમ લાવીશું. શું તમે આ સાથે સહમત છો? સ્વાયત્તતાની વાતે જમ્મુ-કાશ્મીરમાં આગ લગાડી, ખીણમાં 40 હજાર લોકો માર્યા ગયા. તેઓ કહે છે કે, અમે જમ્મુ-કાશ્મીરને સ્વાયત્તતા આપીશું. હું આજે એમ કહીને વિદાય કરું છું કે, કોઈ શક્તિ સ્વાયત્તતાની વાત કરી શકે નહીં.