ગુરુવાર, 14 નવેમ્બર 2024
  1. ધર્મ
  2. તહેવારો
  3. જન્માષ્ટમી વિશેષ
Written By
Last Updated : બુધવાર, 12 ઑગસ્ટ 2020 (13:49 IST)

જન્માષ્ટમી 2020- ભગવાન શ્રીકૃષ્ણને કેમ લગાવાય છે '56 ભોગ' ?

ભગવાન વિષ્ણુના 8મા અવતારને જન્મોત્સવ દેશ-વિદેશમાં ખૂબ ધૂમધામથી ઉજવવાની તૈયારી ચાલી રહી છે. હિન્દુ પંચાગ મુજબ ભગવાન શ્રીકૃષ્ણના જન્મ 
 
ભાદ્રપદની અષ્ટ્મીની મધ્યરાત્રે થયું હતું.  ભગવાન શ્રીકૃષ્ણ બાળપણમાં બહુ તોફાની બાળક હતા અને તેમને ખાવાનું બહુ શોખ હતું. માતા યશોદા તેને દરરોજ તેમના હાથથી જુદા-જુદા પકવાન બનાવીને ખવડાવતી હતી. આવો જાણીએ ભગવાન શ્રીકૃષ્ણને ખાવામાં શું શું પસંદ હોય છે. 
 
ભગવાન શ્રીકૃષ્ણનો એક નામ માખણ ચોર છે. કૃષ્ણજીએ બાળપણથી જ માખણ ખાવું બહુ પસંદ છે. તેના માટે એ આખા ગામમાં માખણ ચોરીને ખાતું હતું. 
ભગવાન શ્રીકૃષ્ણને તેમના ભક્ત માત્ર માખણ સિવાય તેને પ્રસન્ન કરવા માટે માખણ મિશ્રીઓ ભોગ લગાવે છે. આ ભોગ ભગવાનને બહુ પસંદ છે. તે સિવાય ભગવાનને 56 ભોગ પણ ધરાવાય છે. 
 
ભગવાનને ભોગ લગાવા માટે ભક્ત 56 ભોગ ચઢાવે છે. 56 ભોગ લગાવાના પાછળ કથા છે. કહેવાય છે કે ઈંદ્રના પ્રકોપથી બધા બ્રજવાસીને બચાવા  માટે તેને ગોવર્ધન પર્વત ઉઠાવી લીધું હતું. આવું કરવા માટે તેને સાર દિવસ સુધી અન્ન-જળ ગ્રહણ નથી કર્યું હતું. 
 
ભગવાન શ્રીકૃષ્ન દરરોજ ભોજનમાં આઠ રીતના વસ્તુઓ ખાતા હતા. પણ સાત દિવસથી તેને કઈક ન ખાદ્યું હતું. તેથી સાત દિવસ પછી ગામના દરેક નિવાસે તેમના માટે 56 રીતના પકવાન બનાવીને લાવ્યા હતા.