સોમવાર, 25 નવેમ્બર 2024
  1. ધર્મ
  2. તહેવારો
  3. જન્માષ્ટમી વિશેષ
Written By
Last Modified: મંગળવાર, 11 ઑગસ્ટ 2020 (08:31 IST)

તુલસીનો આ ઉપાયથી તમારી દરેક પરેશાની થશે દૂર

જન્માષ્ટમી પર લોકો ભગવાન શ્રી કૃષ્ણને પ્રસન્ન કરવા માટે અનેક ઉપાય કરે છે. આ દિવસે ભગવાન શ્રીકૃષ્ણને અનેક વસ્તુઓનો ભોગ લગાવવામાં આવે છે. ભગવઆન શ્રીકૃષ્ણના મંદિરોને જન્માષ્ટમીના દિવસે ફુલ અને લાઈટથી સજાવાય છે. જન્માષ્ટમીનો તહેવાર આ વર્ષે 2020માં 12 ઓગસ્ટના દિવસે  ઉજવાશે. ભગવાન શ્રીકૃષ્ણને તુલસી અત્યાધિક પ્રિય છે.  જો તમે જન્માષ્ટમીના દિવસે તુલસીના કેટલાક ઉપાય કરો છો તો તમે તમારા  જીવનના બધા કષ્ટોથી મુક્તિ મેળવી શકો છો. તો આવો જાણીએ જન્માષ્ટમીના દિવસે તુલસીના કેટલાક ઉપાય  
 
1.જો તમારા ઘરમાં ક્લેશનુ વાતાવરણ રહે છે તો તમે જન્માષ્ટમીના દિવસે તુલસીના છોડની આગળ ઘી નો દીવો પ્રગટાવો અને ૐ વાસુદેવાય મંત્રનો જાપ કરતા તુલસીની 11 પરિક્રમા કરો. આવુ કરવાથી તમારા ઘરમાં સુખ શાંતિનો વાસ રહેશે. 
 
2. જો તમારી આર્થિક સ્થિતિ સારી નથી રહેતી તો તમે જન્માષ્ટમીના દિવસે  ભગવાન કૃષ્ણને પંચામૃતમાં તુલસીના પાન નાખીને શ્રીકૃષ્ણને સ્નાન કરાવો. આ ઉપાય કર્યા પછી તમારી આર્થિક સ્થિતિ ઠીક થઈ જશે.
 
3. જો તમારી નોકરીમાં પરેશાની ચાલી રહી છે તો તમે જન્માષ્ટમીના દિવસે તુલસીના છોડ પર એક લાલ ચુનરી  ચઢાવો. આવુ કરવાથી તમારી નોકરીમાં ચાલી રહેલ બધી પરેશાનીઓ સમાપ્ત થઈ જશે.   
 
4. જો તમે બધા પ્રકારની પરેશાનીઓથી મુક્તિ મેળવવા માંગો છો તો જન્માષ્ટમીની સવારે તમારા ઘરે તુલસીનો છોડ લગાવો. આવુ કરવાથી તમારી બધી પરેશાનીઓ સમાપ્ત થઈ જશે. 
 
5. જો તમને સંતાન સુખની પ્રાપ્તિ નથી થઈ રહી કે તમારી સંતાન ખૂબ જીદ્દી છે તો તમે જન્માષ્ટમીના દિવસએ એક તુલસીનુ પાન ભગવાન શ્રીકૃષ્ણના ચરણોમાં અર્પિત કરી દો.  આવુ કરવાથી જલ્દી જ સંતાન સુખની પ્રાપ્તિ થઈ જશે.
 
6. જો તમારુ ધન કયાય ફસાય ગયુ છે તો તમે જન્માષ્ટમીના દિવસે તુલસીના છોડને કોઈ મંદિરમાં દાન કરી દો. આવુ કરવાથી તમારુ ધન તમને પરત મળશે.