રવિવાર, 24 નવેમ્બર 2024
  1. ગુજરાત સમાચાર
  2. વિધાનસભા ચૂંટણી 2024
  3. ઝારખંડ વિધાનસભા ચૂંટણી 2024
Written By
Last Modified: ગુરુવાર, 7 નવેમ્બર 2024 (17:15 IST)

Jharkhand Election - ભાજપાની આ હરકતો પર ભડક્યા હેમંત સોરેન, બોલ્યા - હિમંત હોય તો સામેથી લડો, કાયરોની જેમ પાછળથી હુમલો કેમ ?

ઝારખંડમાં વિધાનસભા ચૂંટણી થવા જઈ રહી છે. બધા રાજનીતિક દળો પોત પોતાના દાવ રમવા શરૂ કરી દીધા છે. આ દરમિયાન ઝારખંડના મુખ્યમંત્રી હેમંત સોરેને ભાજપા પર નિશાન સાધ્યુ છે. તેમણે ગુરૂવારે ભાજપાને પડકાર આપતા આ ચૂંટણીમાં સામેથી લડવાની સલાહ આપી છે.  તેમણે ભાજપની સરખામણી કાયર અંગ્રેજો સાથે પણ કરી હતી અને કહ્યું હતું કે, કાયર અંગ્રેજોની જેમ સતત પાછળથી હુમલા શા માટે? ભાજપ પર નિશાન સાધતા હેમંત સોરેને સોશિયલ મીડિયા સાઈટ X પર એક પોસ્ટ પણ શેર કરી છે. X પર પોસ્ટ શેર કરતા તેણે કહ્યું કે હિંમત હોય તો સામેથી લડો, કાયર અંગ્રેજોની જેમ પાછળથી સતત હુમલા કેમ?


 
હેમંત સોરેને ભાજપ પર આકરા પ્રહારો કર્યા  
તેમને સોશિયલ મીડિયા સાઈટ એક્સ પર લખ્યુ, ક્યારેક ED, ક્યારેક CBI,ક્યારેક કોઈ એજંસી તો ક્યારેક કોઈ અન્ય.  હવે અરબો રૂપિયા ખર્ચ કરી નાખ્યા મારી છબિ બગાડવામાં.  વિચિત્ર સ્થિતિ છે.  કેન્દ્રમાં 11 વર્ષથી ભાજપની સરકાર છે, 5 વર્ષ સુધી રાજ્યમાં રહી અને પોતાને ડબલ એન્જિનની સરકાર ગણાવતી રહી. તો પછી રઘુબર સરકારના પાંચ વર્ષમાં માત્ર હાથીઓ કેમ ઉડ્યા? પાંચ વર્ષમાં 13000 શાળાઓ કેમ બંધ થઈ? પાંચ વર્ષમાં 11 લાખ, હા 11 લાખ રેશનકાર્ડ કેમ રદ થયાં? પાંચ વર્ષમાં વૃદ્ધાવસ્થા/વિધવા પેન્શન કેમ વધાર્યું નથી કે મળ્યું નથી?"
 
એક પછી એક હેમંત સોરેને પૂછ્યા સવાલ 
તેમણે આગળ સવાલ પૂછતા લખ્યુ, કેમ પાંચમાં રાજ્યમાં ભૂખથી સેકડો મોત થઈ?  શા માટે યુવાનોને પાંચ વર્ષમાં સાયકલ બનાવવાની  અને કેળા વેચવાની સલાહ આપવામાં આવી? પાંચ વર્ષમાં સરકારી કર્મચારીઓને જૂની પેન્શન યોજના કેમ ન લાગુ થઈ ? શા માટે પાંચ વર્ષમાં ઝારખંડની વીજળી બાંગ્લાદેશને વેચવામાં આવી? છેલ્લા પાંચ વર્ષમાં સેવિકા/સહિયા/પારા શિક્ષકો પર સતત લાઠીચાર્જ કેમ કરવામાં આવ્યો? પાંચ વર્ષમાં બહેનો માટે મંઈયા સન્માન યોજના કેમ ન લાવવામાં આવી?