શનિવાર, 20 એપ્રિલ 2024
  1. ગુજરાતી ન્યુઝ
  2. વ્યાપાર
  3. નોકરી અને કેરિયર
Written By
Last Modified: સોમવાર, 15 મે 2023 (13:42 IST)

APSC recruitment 2023: સરકારી નોકરી કરવી હોય તો આ રાજ્યમાં ટેકનિકલ ઓફિસર પદ પર નીકળી ભરતી, મળશે એક લાખથી વધુ સેલેરી

APSC recruitment 2023
સરકારી નોકરીની શોધમાં છો તો આ તક તમારે માટે જ છે. ઉલ્લેખનીય છેકે અસમ લોક સેવા આયોગ (APSC)એ અર્બન ટેકનિકલ ઓફિસર (જૂનિયર ગ્રેસ III) ના પદો પર વેકેંસી કાઢી છે. આ ભરતી માટે ઉમેદવારો પાસેથી અરજી મંગાવવામાં આવી રહી છે. ઉલ્લેખનીય છે કે અરજીની પ્રર્ક્યા 17 મેથી શરૂ થશે. જે ઉમેદવારો આ પદ પર અરજી કરવાની ઈચ્છા ધરાવે છે તેઓ સત્તાવાર વેબસાઈ apsc.nic.in ના માધ્યમથી ઓનલાઈન અરજી કરી શકે છે.  ઉલ્લેખનીય છે કે અરજી કરવાની અંતિમ તારીખ 16 જૂન  છે. બીજી બાજુ ઉમેવારો 18 જૂન સુધી અરજી ફી જમા કરાવી શકે છે.  
 
વેકેંસી ડિટેલ્સ  
આ ભરતી અભિયાન શહેરી ટેકનિકલ ઓફિસર (જુનિયર ગ્રેડ-III) (Urban Technical Officer (Junior Grade-III)ની 103 ખાલી જગ્યાઓ ભરશે.
 
એપ્લિકેશન ફી
આ પોસ્ટ્સ માટે અરજી કરનારા ઉમેદવારોએ SC/ST/OBC/MOBC ઉમેદવારો માટે રૂ. 150 ફી અને બિન અનામત (જનરલ) ઉમેદવારો માટે રૂ. 250 ફી ચૂકવવાની રહેશે.  સાથે જ  BPL અને PWBD કેટેગરીમાં આવતા અરજદારો માટે એપ્લિકેશન મફત છે.
 
APSC recruitment 2023:  આ રીતે કરો અરજી 
 
સૌથી પહેલા સત્તાવાર વેબસાઈટ  apsc.nic.in પર જાવ. 
 
પછી આગળ,  “Online Recruitment Portal” પર ક્લિક કરો. 
 
“Urban Technical Officer (Junior Grade-III)” ના હેઠળ “Apply Here” પર ક્લિક કરો.  
 
હવે ખુદને રજિસ્ટર કરો અને અરજી સાથે આગળ વધો. 
 
બધી ડિટેલ ભરો, જરૂરી દસ્તાવેજ અપલોડ કરો અને ફી ની ચુકવણી કરો.  
 
બધી વિગતો ભરો, જરૂરી દસ્તાવેજો અપલોડ કરો અને ફી ચૂકવો.
 
છેલ્લે ફોર્મ સબમિટ કરો અને ભવિષ્યની જરૂરિયાત માટે પ્રિન્ટઆઉટ લો.