પરીક્ષા પહેલા યુવતીઓના કપડા કાતરથી કાપ્યા
રાજસ્થાનમાં 4588 જગ્યાઓ માટે 470 પરીક્ષા કેન્દ્રો પર ગુરુવારથી કોન્સ્ટેબલની ભરતીની પરીક્ષા શરૂ થઈ ગઈ છે. પરીક્ષામાં યુવતીઓના ઘરેણા ઉતારી લેવામાં આવ્યા હતા અને જે-જે યુવતી ફુલ સ્લીવના કપડા પહેરીને આવી હતી તેના પર કાતર ફેરવી દેવાઈ હતી
દૌસામાં પરીક્ષાની પ્રથમ પાળી(શિફ્ટ)માં સવારે 9 વાગ્યે પરીક્ષા શરૂ થઈ હતી. ઉમેદવારોને પરીક્ષા કેન્દ્રમાં પ્રવેશવા માટે 8થી 8:30નો સમય આપવામાં આવ્યો હતો. જેઓ નિયત સમય પછી પરીક્ષા કેન્દ્રો પર પહોંચ્યા હતા તેમને પ્રવેશ આપવામાં આવ્યો નહોતો. દૌસામાં બે મહિલા ઉમેદવારો મોડી પહોંચી હતી. તેઓને પરીક્ષા કેન્દ્રમાં પ્રવેશ ન આપવામાં આવતા તેઓ ચીસો પાડી રડવા લાગી હતી. જોકે ત્યારપછી તેમણે વિનંતી કરી પરંતુ પરીક્ષા માટે પરીક્ષા કેન્દ્રોમાં પ્રવેશવાની મંજૂરી આપવામાં આવી નહોતી.