સોમવાર, 6 જાન્યુઆરી 2025
  1. ગુજરાત સમાચાર
  2. વ્યાપાર
  3. નોકરી અને કેરિયર
Written By
Last Modified: બુધવાર, 4 ડિસેમ્બર 2024 (22:42 IST)

Board Exam 2025 Preparation Tips: બોર્ડની પરીક્ષામાં આવશે સારા માર્ક્સ મળશે, જાણો શું કરવું અને શું ન કરવું

Board Exam Tips
Board Exam 2025 Preparation Tips :બોર્ડ પરીક્ષાની ધોરણ 10 અને 12ની  ડેટશીટ જાહેર કરવામાં આવી છે, બોર્ડની પરીક્ષાનો સમય વિદ્યાર્થીઓ માટે ખૂબ જ તણાવપૂર્ણ રહે છે. જો તમે પરીક્ષા દરમિયાન નાની ભૂલો ટાળો છો, તો તે પરિણામ પર ખૂબ જ સકારાત્મક અસર છોડી શકે છે. પરીક્ષાની તૈયારી માટે શું કરવું અને શું ન કરવું તે જાણવાથી તમને વધુ સારી રીતે અભ્યાસ કરવામાં, આત્મવિશ્વાસ જાળવી રાખવામાં અને વધુ સારું પ્રદર્શન કરવામાં મદદ મળી શકે છે.
 
સીબીએસઈ બોર્ડની 10મી અને 12મી બોર્ડની પરીક્ષા 15 ફેબ્રુઆરીથી શરૂ થશે. ઇન્ટરમીડિયેટ પરીક્ષા 4 એપ્રિલ સુધી અને હાઇસ્કૂલની પરીક્ષાઓ 18 માર્ચ સુધી ચાલુ રહેશે. જ્યારે યુપી બોર્ડની 10મી અને 12મીની પરીક્ષા 24 ફેબ્રુઆરીથી શરૂ થશે અને 12 માર્ચ સુધી ચાલશે.
 
પરીક્ષામાં આ ભૂલોથી બચો 
 
મુશ્કેલ વિષયોને છોડવા -   પરીક્ષાની તૈયારી કરવા દરમિયાન મોટાભાગનાં વિદ્યાર્થીઓ ઘણીવાર સહેલા વિષયો પર વધુ ધ્યાન આપે છે અને કેટલીકવાર મુશ્કેલ વિષયોને સંપૂર્ણપણે છોડી દે છે. એક વાત જાણી લો કે ઓવરઓલ સારા માર્ક્સ માટે તમામ વિષયોમાં સારા માર્ક્સ હોવા જોઈએ. તેથી બધા subjects ના સંપૂર્ણ સિલેબસને કવર કરો. 
 
ટાઈમ મેનેજમેન્ટની કમી - પરીક્ષાની તૈયારી દરમિયાન તમામ વિષયોને એક જેવો સમય આપો. આ માટે સારું time management જરૂરી છે. તો જ અભ્યાસ સાથે સૂવાનો અને રેસ્ટ કરવાનો પણ સમય મળશે.  
 
અતિ આત્મવિશ્વાસ - પરિક્ષાથી ગભરાવવાની જરૂર નથી. પણ અતિ આત્મવિશ્વાસ પણ નુકશાનદાયક સાબિત થાય છે.  કોઇપણ વિષયનાં ટોપિકને ઓછો આંકવાથી બચો. ભલે એ કેટલો પણ તમને સહેલો કેમ નાં લાગતો હોય.