સોમવાર, 23 ડિસેમ્બર 2024
  1. ગુજરાતી ન્યુઝ
  2. વ્યાપાર
  3. નોકરી અને કેરિયર
Written By
Last Modified: શુક્રવાર, 31 માર્ચ 2023 (13:25 IST)

આજે બપોરે 1.00 વાગ્યાથી જુનિયર કલાર્કના કોલલેટર કરી શકાશે ડાઉનલોડ, હસમુખ પટેલે ટ્વિટ કરી આપી માહિતી

call letter
ગુજરાત પંચાયત સેવા પસંદગી બોર્ડ દ્વારા તારીખ 9 એપ્રિલે જુનિયર કલાર્ક પરીક્ષા આયોજિત થશે. જેના કોલલેટર માટેના સમાચાર આપતા ઈન્ચાર્જ અધ્યક્ષ હસમુખ પટેલે ટ્વિટ કરીને જાહેરાત કરી હતી. હસમુખ પટેલે ટ્વિટ કરીને કહ્યું હતું કે, 31-03-2023થી જુનિયર કલાર્ક પરીક્ષા માટે ઉમેદવારો કોલલેટર ડાઉનલોડ કરી શકશે. આજે બપોરે 1.00 વાગ્યાથી જુનિયર ક્લાર્કના કોલ લેટર ડાઉનલોડ થઈ શકશે.અગાઉ પરીક્ષા રદ થયા બાદ ફરી પરીક્ષા  લેવાની જવાબદારી ઈન્ચાર્જ અધ્યક્ષ હસમુખ પટેલને સોપવામાં આવી હતી. આગામી 9 એપ્રિલે યોજાનાર જુનિયર ક્લાર્કની પરીક્ષાના કોલલેટર આજથી ડાઉનલોડ કરી શકાશે.આ પરીક્ષા માટે 1 હજાર 181 કેન્દ્રો ફાળવામાં આવ્યા છે.