સોમવાર, 23 ડિસેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. વ્યાપાર
  3. નોકરી અને કેરિયર
Written By
Last Updated : મંગળવાર, 7 જૂન 2022 (08:51 IST)

Foreign Education Loan Scheme - શુ તમે અભ્યાસ માટે વિદેશ જવા માંગો છો ? તો જાણી લો સરકારની વિદેશ અભ્યાસ લોન વિશે માહિતી

education loan
ગુજરાત બિન અનામત શૈક્ષણિક અને આર્થિક વિકાસ નિગમ(GUEEDC) બિનઅનામત વર્ગોની પીડાઓને સમજવાનું કામ કરે છે. બિન અનામત વર્ગની સમસ્યાઓને સમજીને ઉકેલ માટે સરકારને ભલામણ કરે છે. જો તમે વિદેશ જઈને અભ્યાસ કરવા માંગો છો પરંતુ આર્થિક રીતે મજબૂર છો તો સરકારની ફોરેન એજ્યુકેશન લોન સ્કીમ વિશે જરૂર જાણો. 
 
કોણ કરી શકે છે વિદેશ અભ્યાસ લોન માટે એપ્લાય 
 
- ધોરણ – 12 પછી MBBS માટે, સ્નાતક તથા ડિપ્લોમા પછી ડીગ્રી મેળવેલ હોય તો પણ માન્ય અભ્યાસક્રમો
- અનુસ્નાતક (Master Course ) તેમજ પોસ્ટ ગ્રેજ્યુએશન ડિપ્લોમા અથવા તેના જેવા નામથી ઓળખતા સમાન અભ્યાસક્રમ માટે
-  રિસર્ચ જેવા ટેકનિકલ, પેરામેડિકલ, પ્રોફેશનલ વગેરે જેવા કોઈપણ પ્રકારના વિદેશમાં ઉચ્ચ અભ્યાસ માટે કુલ રૂપિયા 15 લાખની મર્યાદામાં લોન મળવાપાત્ર છે.
- ધોરણ-12 માં 60 ℅  કે તેથી વધુ હોય તેમને આ યોજનાનો લાભ મળે.
 
વિદેશ અભ્યાસ માટે સરકાર તરફથી કેટલી લોન મળશે ? 
 
- આખા અભ્યાસક્રમની લોનની કુલ રકમ રૂપિયા 7.50 લાખ કે તેથી ઓછી રકમના ધિરાણ માટે ધિરાણની રકમથી દોઢ ગણી કિંમતની અરજદાર વિદ્યાર્થીએ પોતાના કે સગા સંબંધીની મિલકત પર બોજાનોંધ કરાવવાની રહેશે.
 
-  દરેક લોન લેનારે નિગમની તરફેણ(નિગમ માટે)માં સહી કરેલા 5(પાંચ) પોસ્ટ ડેટેડ ચેક આપવાના રહેશે.
 
વિદેશ અભ્યાસ માટે સરકારી લોન માટે જરૂરી  દસ્તાવેજો 
 
વિદ્યાર્થીઓને વિદેશમાં અભ્યાસ માટે લોન લેવા માટે નીતિ-નિયમો નક્કી કરેલા છે. બિન અનામત યોજનાની લોન લેવા માટે નક્કી ડોક્યુમેન્‍ટ નિર્ધારિત થયેલા છે જે નીચે મુજબ છે.
 
1. નિયત નમુનાની અરજીપત્રક
 
2. બિન અનામત વર્ગનું પ્રમાણપત્ર
 
3. આધારકાર્ડની નકલ
 
4. આવકનું પ્રમાણપત્ર
 
5. એડમીશન લેટર
 
6. ધોરણ- 12 અને તે પછીના અભ્યાસની માર્કશીટની નકલ
 
7. ધોરણ – 10 અને 12 ની માર્કશીટ
 
8. શાળા છોડ્યાનો દાખલો ( LC )
 
9. પાસપોર્ટની નકલ
 
10. વિઝાની નકલ ( Visa Copy )
 
11. એર ટીકીટ ( Air Ticket )
 
12. દર વર્ષે ભરવાની થતી / ભરેલ ફી(Fees) નો પુરાવો
 
13. અરજદારના બેંક પાસબુકના પ્રથમ પાનાની નકલ
 
14. ગીરોખત / બોજાનોંધ અને 5 બેંક ચેક
 
15. પરિશિષ્ટ-3 મુજબ પિતા/વાલી મિલકત મોર્ગેજ(Property mortgage) કરવાની સંમતિપત્ર
 
16. પરિશિષ્ટ-1 મુજબ જામીનદારની મંજુરી અને Property valuation report અને મિલકતના આધારો.
 
વિદેશ અભ્યાસ માટેની લોન માટે ક્યા કરવી અરજી ?
 
બિન અનામત લોન તરીકે ચાલતી વિદેશ અભ્યાસ લોન લેવા માટે અરજદાર વિદ્યાર્થીએ વિદેશ જતાં પહેલા નીચે જણાવેલ વેબસાઈટ પર જઈને Online Form ભરવાનું રહેશે.  Online ફોર્મ ભર્યા બાદ જરૂરી ડોક્યુમેન્‍ટ વેબસાઈટ પર અપલોડ(Upload) કરવાના રહેશે.
 
  વિદેશ અભ્યાસ લોન માટે વધુ માહિતી માટે ક્લિક કરો   
 વિદેશ અભ્યાસ લોન ક્યારે પરત કરવી ? 
 
 વિદેશ અભ્યાસ લોન લેનાર વિદ્યાર્થીએ નિર્ધારિત સમય મર્યાદા પહેલા પણ લોનની પરત ચૂકવણી કરી શકશે.
 
વિદેશ અભ્યાસ લોન મેળવવા માટે ધોરણ-12માં કેટલા ટકા જોઈએ?
આ યોજના હેઠળ લાભ મેળવવા માટે ધોરણ-12 માં 60% કે તેથી વધુ હોવા જોઈએ.
આ યોજના હેઠળ કેટલા રૂપિયાની લોન મળવા પાત્ર થાય છે?
Videsh Abhyas Loan Yojana હેઠળ ઉચ્ચ અભ્યાસ માટે વિદેશ જતા વિદ્યાર્થીઓને રૂપિયા 15 લાખ સુધી લોન મળવાપાત્ર થાય છે.
વિદેશ અભ્યાસ લોન હેઠળ કેટલું વ્યાજ ચૂકવવાનું હોય છે.?
આ યોજના હેઠળ મળવાપાત્ર લોન પર 4% સાદું વ્યાજ ચૂકવવાનું હોય છે.
આ યોજનાનો લાભ લેવા માટે કેટલી આવક મર્યાદા હોવી જોઈએ.?
    આ યોજનાનો લાભ લેવા માટે લાભાર્થીના કુટુંબની વાર્ષિક આવક 6 લાખથી ઓછી હોવી જોઈએ.
વિદેશ અભ્યાસ લોન યોજના હેઠળ અરજી કેવી રીતે કરવાની રહેશે.?
આ યોજનાનો લાભ લેવા માટે Bin Anamat Aayog ની અધિકૃત વેબસાઈટ પરથી ઓનલાઈન કરવાની અરજી કરવાની રહેશે.