ગુરુવાર, 23 જાન્યુઆરી 2025
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. કામની વાત
Written By

Atal Pension Yojana- અટલ પેન્શન યોજના

Atal Pension Yojana- અટલ પેન્શન યોજના
ભારત સરકાર દેશની આર્થિક સ્થિતિને મજબૂતની સાથે સાથે સુરક્ષિત પણ કરવા માગે છે. જે રીતે દેશના મધ્યમવર્ગ અને ગરીબ વર્ગ માટે એક પછી એક નવી યોજનાઓ લાવી રહી છે ત્યાર બાદ વર્ષોથી ઉપેક્ષાનો ભોગ બન્યા હોવાનો અનુભવ કરનાર દેશના નાગરિકોને લાગી રહ્યું છે કે આ સરકાર દેશના ગરીબ લોકોને પણ સાથે લઈને ચાલવાવાળી સરકાર છે અને તેમના ભવિષ્યને સુરક્ષિત કરવા માંગે છે.
 
મોટી સુરક્ષા તેની આર્થિક સુરક્ષા હોય છે અને આ જ આર્થિક સુરક્ષા બક્ષવા માટે વર્તમાન સરકારે એક નવી પેન્શન યોજનાને અમલી બનાવી છે. આ યોજના એટલે અટલ પેન્શન યોજના
 
અટલ પેન્શન યોજના Atal Pension Yojna વર્ષ 2015 માં શરૂ કરવામાં આવી હતી. અસંગઠિત ક્ષેત્રોમાં કામ કરતા લોકો માટે તેની શરૂઆત કરવામાં આવી હતી, પરંતુ હવે 18 થી 40 વર્ષની વયે કોઈપણ ભારતીય નાગરિક આ યોજનામાં રોકાણ કરીને પેન્શન મેળવી શકે છે. જે લોકોનું બેંક અથવા પોસ્ટ ઓફિસમાં ખાતું છે તે સરળતાથી તેમાં રોકાણ કરી શકે છે. આ યોજનામાં, થાપણદારોને 60 વર્ષ પછી પેન્શન મળવાનું શરૂ થાય છે
 
શું છે અટલ પેંશન યોજના Atal Pension Yojna
અટલ પેન્શન યોજના Atal Pension Yojna એવી સરકારી યોજના છે જેમાં તમારા દ્વારા કરવામાં આવેલ રોકાણ તમારી ઉંમર પર આધાર રાખે છે. આ યોજના અંતર્ગત તમે ન્યુનત્તમ માસિક પેન્શન 1000 રૂપિયા, 2000 રૂપિયા, 3000 રૂપિયા, 4000 રૂપિયા અને મહત્તમ 5000 રૂપિયા મેળવી શકો છો.
 
અટલ પેન્શન યોજનાના લાભ benefits of Atal Pension Yojna
વૃધ્ધાવસ્થા દરમ્યાન આવકની સલામતી.
સ્વૈચ્છિક રીતે નિવૃતસમય માટેનું રોકાણ આ યોજનાનો હેતું છે.
અસંગઠીત સેકટરના કામદારો માટે કેન્દ્રિત  રહેશે.
અમલીકરણ ૦૧-૦૬-૨૦૧૫ થી થશે.
લાયકાતઃ ઓછામાં ઓછી વય ૧૮ વષર્ અને મહત્તમ વય મયાર્દા ૪૦ વર્ષ રહેશે.
વહીવટ પેન્શન ફંડ રેગ્યુલેટરી એન્ડ ડેવલોપમેન્ટ ઓથોરીટી (PFRDA) દ્વારા  કરાશે.
 
અટલ પેન્શન યોજનાનો લાભ લેનારની યોગ્યતા
આ પેન્‍શન યોજનાનો લાભ લેવા ભારતીય નાગરિક હોવા જોઈએ.
લાભાર્થીની ઉંમર 18 વર્ષથી 40 વર્ષ હોવી જોઈએ.
આવેદન કરનાર લાભાર્થી પાસે બેંક અથવા પોસ્ટનું બચત ખાતું હોવું જોઈએ. તે બેંક કે પોસ્ટ ખાતામાં આધારકાર્ડ અને મોબાઈલ લિંક હોવો જોઈએ.
સરકારી પેન્‍શનવાળા લાભાર્થીઓને અટલ પેંશન યોજનાનો લાભ મળશે નહી.
 
રૂ.1૦૦૦/- થી રૂ.5૦૦૦/- સુધીના માસિક પેન્શન માટે લાભાર્થી એ રૂ.42/- થી 291/- સુધીનો ઉંમર આધારિત  ફાળો ભરવાનો રહેશે.
ફાળાનું સ્તર વ્યિક્તની ઉંમર સાથે સકળાયેલ રહેશે. નાની ઉંમરમાં જોડાનાર વ્યક્તિ ઓછો ફાળો તથા મોટી ઉંમર માટે વધારે રહેશે.

અટલ પેન્શન યોજનામાં રોકાણ માટે પ્રોત્સહન આપવા ૩૧-૧૨-૨૦૧૫ પહેલાં નવું ખાતું ખોલાવનારને કેન્દ્ર સરકાર દ્વારા  ખાતેદારને દર વર્ષ  મહત્તમ રૂ.૧૦૦૦/- ની મયાર્દામાં અથવા ખાતામાં રહેલ કુલ ફાળાના ૫૦% માંથી જે ઓછુ હશે તે જમા કરાવવામાં આવશે. (૨૦૧૫-૧૬ થી ૨૦૧૯-૨૦ સુધી)વતર્માન રાષ્ટ્રીય સ્વાવલંબન યોજનાના બચતદારો આપોઆપ અટલ પેન્શન યોજનામાં તબદીલ થશે.