ગુરુવાર, 26 ડિસેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. વ્યાપાર
  3. નોકરી અને કેરિયર
Written By
Last Modified: સોમવાર, 23 જાન્યુઆરી 2023 (16:18 IST)

ગુજકેટની પરીક્ષાની તારીખો જાહેર, જિલ્લા કક્ષાના કેન્દ્રો પર ૩ એપ્રિલે લેવાશે પરીક્ષા

gujcat
ગુજરાતમાં માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા ગુજકેટની પરીક્ષાની તારીખો જાહેર કરાઈ છે. આગામી ત્રણ એપ્રિલના રોજ ગુજકેટની પરીક્ષા યોજાશે. રાજ્યમાં જિલ્લા કક્ષાના કેન્દ્રો પર પરીક્ષા લેવાશે. પરીક્ષા સવારે 10 થી સાંજે 4 વાગ્યા સુધી યોજાશે. રાજ્યમાં ડિગ્રી, એન્જિનિરિંગ, ડિપ્લોમા ફાર્મસી અભ્યાસક્રમોમાં પ્રવેશ માટે વિજ્ઞાનપ્રવાહના ગ્રુપ એ, ગ્રુપ બી અને ગ્રુપ એબીના વિદ્યાર્થીઓની ગુજકેટની પરીક્ષા 03-04-2023ને સોમવારના રોજ યોજાશે. 

આ પરીક્ષા સવારે 10 થી સાંજે 4 કલાક દરમિયાન જિલ્લા કક્ષાના કેન્દ્રો ખાતે યોજાશે.ગુજકેટની પરીક્ષા ગુજરાતી, અંગ્રેજી અને હિન્દી એમ ત્રણ માધ્યમમાં આપી શકાશે.ગુજકેટની પરીક્ષા ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહ બાદ ડિગ્રી ડિપ્લોમા, ડિગ્રી એન્જિનિરીંગ અને ફાર્મસીના પ્રવેશ માટે લેવામાં આવે છે. ધોરણ 12 પછી વિજ્ઞાન પ્રવાહમાં પ્રવેશ લેવા માટે વર્ષ 2017થી કોમન એન્ટ્રેસ ટેસ્ટ તરીકે ગુજકેટ પરીક્ષા ફરજીયાત કરવામાં આવી છે.