રવિવાર, 12 જાન્યુઆરી 2025
  1. સમાચાર જગત
  2. વ્યાપાર
  3. આઈટી
Written By
Last Updated : શુક્રવાર, 26 જુલાઈ 2019 (14:08 IST)

Whatsapp આ વર્ષે આખા દેશમાં payment સેવા શરૂ કરશે

Whatsappના વૈશ્વિક મામલાના પ્રમુખ વિલ કૈથકાર્ટે કહ્યુ છે કે કંપની આ વર્ષે ભારતમાં પોતાની ચુકવણી સેવાઓની શરૂઆત કરી શકે છે. મેસેજિંગ એપ છેલ્લા એક વર્ષથી લગભગ દસ લાખ ઉપયોગકર્તા સાથે પોતાની ચુકવણી સેવાઓનુ પરીક્ષણ કરી રહી છે.  ભારતમાં વ્હાટ્સએપ ઉપયોગ કરનારી સંખ્યા લગભગ 40 કરોડ છે. 
 
કાથકાર્ટે કહ્યુ કે કંપની ઈચ્છે છે કે તેન મંચ પરથી રૂપિયા મોકલવા સંદેશ મોકલવા જેટલુ જ સહેલુ રહે.  તેમણે અહી એક કાર્યક્રમમાં કહ્યુ કે જો તેમની કંપની આવુ કરવામાં સફળ રહે છે તો તેનાથી નાણાકીય સમાવેશને ગતિ આપવામાં મદદ મળશે. 
 
વ્હાટ્સએપ દેશમાં પેમેંટ સેવાની શરૂઆત કરે છે તો તેની પ્રતિસ્પર્ધા પેટીએમ, ફોનપે અને ગૂગલ પે જેવી કંપનીઓ સાથે થશે.  ફેસબુકની માલિકીવાળી કંપની અન્ય બજારમાં પણ પોતાનુ પેમેંટ સેવા શરૂ કરવાની શક્યતાઓ શોધી રહી છે. દુનિયાભરમાં લગભગ દોઢ અરબ લોકો વ્હાટ્સએપનો ઉપયોગ કરે છે.