આજે ભારતમાં લૉન્ચ થશે Oppo K3, જાણો શક્યત કિમંત, ફિચર્સ અને સ્પેશિફિકેશન વિશે...

oppo k3
નવી દિલ્હી.| Last Updated: શુક્રવાર, 19 જુલાઈ 2019 (12:14 IST)



ચીનની સ્માર્ટફોન નિર્માતા કંપની ઓપ્પો
(oppo) આજે ભારતીય માર્કેટમાં પોતાનો નવો સ્માર્ટફોન K3 લૉન્ચ કરશે.
આ પહેલા તેની માહિતી ઈકોમર્સ સાઈટ અમેજન ઈંડિયા તરફથી મળી હતી. જેના પર ફોનને લઈને એક પેજ લાઈવ થયુ હતુ. ઓપ્પો કે3ના સ્પેસિફિકેશનની વાત કરીએ તો ઓપ્પો કે3
પૉપ-અપ સેલ્ફી કૈમરા, ઈન ડિસ્પ્લે ફિંગરપ્રિંટ સેંસર, ઑક્ટા-કોર ક્વાલકૉમ સ્નૈપડ્રૈગન, 710 પ્રોસેસર, ફાસ્ટ ચાર્જિંગ માટે
VOOC 3.0 તકનીક આપવામાં આવશે અને 256 જીબી સુધીની સ્ટોરેજ સાથે આવે છે. જો કે હાલ આ વાતની માહિતી નથી કે ભારતમાં લૉન્ચ થનારા વેરિયંટમાં આ બધા સ્પેસિફિકેશન એવા રહેશે કે પછી તેમા ફેરફાર કરવામાં આવશે.

ની કિમંત

ચીની માર્કેટમાં ઓપ્પો કે3ના 6 જીબી રૈમ+64 જીબી સ્ટોરેજ વેરિએંટની કિમંત 1599 ચીની યુઆન (લગભગ 16,100 રૂપિયા) છે.
6 જીબી રૈમ+128 જીબી સ્ટોરેજ વેરિએંટની કિમંત 1899 ચીની યુઆન (લગભગ 19,100) રૂપિયા) છે.

તેનુ ટૉપ વેરિએંટ 8 જીબી રૈમ+256 જીબી સ્ટોરેજ વેરિએંટથી યુક્ત છે અને તેની કિમંત 2299 ચીની યુઆન (લગભગ 23200 રૂપિયા) છે. ભારતમાં કિમંતને લઈને હાલ માહિતી નથી પણ આ 20 હજાર રૂપિયાની રેંજમાં લાવી શકાય છે.


જાણો સ્પેશિફિકેશન અને ફીચર્સ વિશે..

ઓપ્પો કે3માં 6.5 ઈંચનો ફુલ એચડી+ એમોલેડ ડિસ્પ્લે છે. સ્પીડ અને મલ્ટીટાસ્કિંગ માટે ફોનમાં સ્નૈપડ્રેગન 710 પ્રોસેસર સાથ 6જીબી અને 8 જીબી રૈમ છે. ફોનમાં ગેમબુસ્ટ 2.0 પહેલા થી જ પ્રી-ઈંસ્ટોલ છે. જે ફેમ બુસ્ટ અને ટચ બુસ્ટ જેવા ફીચર્સથી યુક્ત છે. તેમા
3,765 એમએએચની બેટરી આપવામાં આવી છે જે ઓપ્પો વુક 3.0 તકનીક દ્વારા ફાસ્ટ ચાર્જિંગ સપોર્ટ કરે છે.

​Oppo K3 માં 16 મેગાપિક્સલનો પૉપ-અપ સેલ્ફી કૈમરા આપવામાં આવ્યો છે. ફોનના પાછલા ભાગ પર બે રિયર કૈમરા આપવામાં આવ્યા છે. 16 મેગાપિક્સલના પ્રાઈમરી સેંસર અને 2 મેગાપિક્સલનો સેકેંડરી, ડેપ્થ સેંસર આપવામાં આવ્યુ છે.


આ પણ વાંચો :