ગુરુવાર, 9 જાન્યુઆરી 2025
  1. સમાચાર જગત
  2. વ્યાપાર
  3. આઈટી
Written By
Last Updated :નવી દિલ્હી. , બુધવાર, 17 જુલાઈ 2019 (17:30 IST)

Xiaomi Redmi K20 Pro અને Redmi K20 ભારતમાં લોન્ચ, જાણો તેની કિમંત અને ફિચર

ચીનની કંપની શાઓમીએ ભારતમાં  Redmi K20 Pro અને  Redmi K20 સ્માર્ટફોન્સ લૉંચ કર્યો છે.  શાઓમીનો દાવો છે કે   Redmi K20 Pro દુનિયાનો સૌથી ફાસ્ટ સ્માર્ટફોન છે શાઓમીના  Redmi K20 Proમાં ક્વૉલકોમ સ્નૈપડ્રૈગન 855 પ્રોસેસર આપવામાં આવ્યુ છે.  સ્માર્ટફોન્સ માટે આ ક્વૉલકૉમની સૌથી પ્રીમિયમ ચિપ છે.  
 
Redmi K20 Pro અને  Redmi K20 ની કિમંત 
 
 Redmi K20 Pro બે વેરિયંટમાં આવ્યો છે. તેની શરૂઆતી કિમંત 27999  રૂપિયા છે. આ કિમંત 6 GB રૈમ+128 GB સ્ટોરેજવાળા વેરિયંટની છે. બીજી બાજુ 8 GB रैम और 256 GB સ્ટોરેજવાળા Redmi K20 Proની કિમંત 30,999 રૂપિયા છે Redmi K20 પણ બે વેરિયંટમાં આવ્યુ છે.  6 GB રૈમ અને 64 GB સ્ટોરેજવાળા વેરિયટની કિમંત 21,999  રૂપિયા છે. જ્યારે કે 6 GB રૈમ+128 GB સ્ટોરેજવાળા વેરિયંટની કિમંત 23,999 રૂપિયા છે. 
 
22 જુલાઈના રોજ સ્માર્ટફોંસની પ્રથમ સેલ 
 
Redmi K20 સીરિઝના સ્માર્ટફોન્સની પ્રથમ સેલ 22 જુલાઈ 2019ના રોજ બપોરે 12 વાગ્યે શરૂ થશે. સ્માર્ટફોન્સની સેલ Flipkart, Mi.com અને  Mi Home પર થશે.  Redmi K20 Pro સ્માર્ટફોન ગ્લેશિયર બ્લુ, ફ્લેગ રેડ અને કાર્બન બ્લેક આ 3 કલરમાં આવ્યુ છે.  Redmi K20 Proમાં  3D કર્વ્ડ ગ્લાસનો ઉપયોગ કરવામાં આવ્યો છે.  આ સ્માર્ટફોનનો ફ્રંટ અને બૈક કોર્નિંગ ગોરિલ્લા ગ્લાસથી પ્રોટેક્ટેડ છે. શાઓમીનુ કહેવુ છે કે પોતાના નવી ડિઝાઈનને કારણે  Redmi K20 Pro સ્માર્ટફોન OnePlus 7 અને iPhone X થી હલકો છે. 
 
ફોન પડી જશે તો આપમેળે જ બંધ થઈ જશે પૉપ અપ કૈમરા
 
Redmi K20 Pro સ્માર્ટફોનના રિયરમાં AI ટ્રિપલ કૈમરા સેટઅપ આપવામાં આવ્યુ છે. સ્માર્ટફોનના બૈકમાં મૈન કેમરા 48 મેગાપિક્સલનો Sony IMX586 સેંસર છે. Redmi K20 Pro ની પાછળ 8 મેગાપિક્સલ અને 13 મેગાપિક્સલના કૈમરા પણ આપવામાં આવ્યા છે. સેલ્ફી માટે ફોનના ફ્રંટમાઅં વાઈડ એંગલ મોડ સાથે 20 મેગાપિક્સલનો પૉપ અપ કૈમરા આપવામાં આવ્યો છે.  કંપનીનો દાવો છે કે ફોનમાં લાગેલો પૉપ અપ સેલ્ફી કૈમરા 0.8 સેકંડમાં બહાર આવી જાય છે.  પૉપ અપ સેલ્ફી કૈમરા મોડ્યુલમાં કેમરા એજ લાઈટિંગ સિસ્ટમ આપવામાં આવી છે.  આ ઉપરાંત ફોનમાં ફૉલ-ડિટેક્શન ફીચર પણ આપવામાં આવ્યુ છે.  આવામાં ફોનના પડતા પૉપ અપ સેલ્ફી કૈમરા આપમેળે જ અંદર જતુ રહે છે. 
 
Redmi K20 Proમાં છે ઈનસ્ક્રીન ફિંગરપ્રિંટ સેંસર 
 
Redmi K20 Proમાં આ સ્ક્રીન ફિંગરપ્રિંટ સેંસર આપવામાં આવ્યુ છે. શ્રેષ્ઠતમ ગેમિંગ પરફોર્મેંસ માટે Redmi K20 Proમાં  Adreno 640 GPU સપોર્ટ આપવામાં આવ્યો છે. આ ઉપરાંત ડે નાઈટ બૈટલ રૉયલ ગેમ્સમાં શ્રેષ્ઠ એક્સપીરિયંસ માટે Redmi K20 Proમાં નાઈટ વિઝન મોડ પણ આપવામાં આવ્યો છે.  Redmi K20 પણ ગ્લેશિયર બ્લુ, ફ્લેમ રેડ અને કાર્બન બ્લેક કલરમાં આવ્યો છે.  Redmi K20 ના રિયરમાં પણ ટ્રિપલ કૈમરા સેટઅપ આપવામાં આવ્યુ છે.   Redmi K20 ના બૈકમાં 48 મેગાપિક્સલ, 13 મૈગાપિક્સલ અને 8 મેગાપિક્સલના કૈમરા છે. 
 
ક્વૉલકૉમ સ્નૈપડ્રૈગન 730 પ્રોસેસરથી પાવર્ડ Redmi K20
 
Redmi K20 અને  Redmi K20 Pro બંને જ સ્માર્ટફોનમાં 6.39 ઈંચની ફુલ  HD+ AMOLED સ્ક્રીન આપવામાં આવી છે.  જેનુ રેજોલુશન 2340x108 પિક્સલ છે. તેનુ સ્ક્રીન-ટુ-બોડી-રેશિયો 91% છે.  Redmi K20 સ્માર્ટફોન ક્વૉલકૉમ સ્નૈપડ્રેગન 730 પ્રોસેસરથી પાવર્ડ સ્નૈપડ્રેગન 730 પ્રોસેસરથી પાવર્ડ છે. Redmi K20 અને  Redmi K20 Pro બંનેમાં 6000 mAh ની બેટરી આપવામાં આવી છે. Redmi K20 Pro માં 27W સોનિક ચાર્જ આપવામાં આવ્યો છે.