આજે જન્મેલા બાળકોનું ભવિષ્ય કેવુ રહેશે ?

વેબ દુનિયા|

N.D
આજે મતલબ 16 નવેમ્બરના રોજ જન્મેલ બાળક કે બાળકીનો મૂલાંક 7 રહેશે. આ અંકથી પ્રભાવિત વ્યક્તિ ખૂબ જ પ્રભાવશાળી વ્યક્તિવાળુ હોય છે. આ અંક વરુણ ગ્રહથી સંચાલિત થાય છે. અ દિવસે જ અન્મેલ બાલક ઉદાલ દિલનુ હોય છે. તેની પ્રવૃત્તિ જળ જેવી હોય છે. જે રીતે જળ પોતાના રસ્તાને જાતે જ બનાવી લે છે. એવી જ રીતે આ બાળક પણ તમામ મુશ્કેલીઓને પાર કરી પોતાની મંઝીલ મેળવવામાં સફળ રહેશે.

આજે જન્મેલ બાળક કોઈના મનની વાત તરત જ સમજી લેશે. આજે જન્મેલ બાળક પુનર્વસુ નક્ષત્રનો છે આ નક્ષત્રમાં જન્મેલ બાળક વિધારપૂર્વક કાર્ય કરનારુ, મેઘાવી, સારા કપડાનું શોખીન, અભિમાની, ઉત્તમ અને મહત્વપૂર્ણ પદ પ્રાપ્ત કરનારું અને થોડુ આળસી પણ હોઈ શકે છે.

આ દિવસે જન્મેલ બાળકની ગોચર કુંડળીનુ લગ્ન તુલા હશે. 15 તારીખના રોજ શનિ-તુલા રાશિમાં પ્રવેશી ગયો છે. તેથી શનિ કેન્દ્રમાં રહેશે. સૂર્ય ગ્રહ પહેલાથી જ છે. રાશિ તેની મિથુન હશે. સપ્તમ સ્થાનમાં ગુરૂ છે. શુક્ર, રાહુ, બુધ બીજા સ્થાનમાં આવી રહ્યા છે. રાહુને કારણે વાણીમાં થોડી કડવાશ પરંતુ શુક્રને કારણે પ્રખરતા પણ રહેશે. મંગળ આય સ્થાનમાં છે. આ પણ ધનવાન થવાના લક્ષણ છે. આ ગોચર કુંડળીમાં કેતુ, અધિષ્ઠિત ચંદ્ર ભાગ્ય સ્થાનમાં છે જે કુંડળીનો સર્વોત્તમ યોગ કહી શકાય છે.
PTI
જો બાળકનો જન્મ સવારે 10 વાગ્યાની આસપાસ થયો છે તો આ લગ્ન ધનુ હશે. સૂર્ય અને શનિ આવક સ્થાન પર હશે. મંગળ સિંહ રાશિના ભાગ્ય સ્થાનમાં હશે. બુધ, રાહુ અને શુક્ર 12માં સ્થાનમાં છે. 11માં સ્થાનમાં શનિ, માતા-પિતાને માતે કષ્ટકારી બની શકે છે. પ્રથમ સ્થાનનો ગુરૂ શ્રેષ્ઠ વક્તા બનાવે છે. 12મા સ્થાનનો શુક્ર આખી જીંદગી અત્યાધિક ધનવાન બનાવે છે. ટૂંકમાં આજે જન્મેલ બાળક કે બાળકી જન્મથી જ ભાગ્યશાળી છે, પરંતુ આરોગ્યની દ્રષ્ટિએ શુભ નથી. તેથી સાવધ રહેવુ જરૂરી છે. સાથે જ મંગળ પ્રચમેશ અને દ્વાદશેશ થઈને ભાગ્ય સ્થાનમાં છે. તેથી ભાગ્યમાં થોડો અવરોધ આવી શકે છે.
શુભ દિનાંક : 7,16,25
શુભ અંક , 7,16, 25, 34
શુભ વર્ષ : 2014, 2018, 2023
ઈષ્ટદેવ : ભગવાન, શિવ અને વિષ્ણુ
શુભ રંગ : સફેદ, ગુલાબી, જાંબુળીયો, મરૂણ


આ પણ વાંચો :