શનિવાર, 11 જાન્યુઆરી 2025
  1. જ્યોતિષશાસ્ત્ર
  2. જ્યોતિષવિજ્ઞાન
  3. જ્યોતિષ 2018
Written By
Last Modified: ગુરુવાર, 21 ડિસેમ્બર 2017 (15:45 IST)

જાણો કેવું રહેશે મૂલાંક 9 માટે 2018 નો ભવિષ્ય

મૂલાંક 9  -  ન્યૂમેરોલાજીમાં 9 અંકની સાથે 9 વર્ષીય ચક્કરની સમાપ્તિ થાય છે. તેથી જે જાતકોનો મૂલાંક 9 છે તેમના માટે આ સમય પૂર્વના વર્ષમાં જે ઉપલબ્ધિઓ મેળવી છે. તેના બદલે સમાજના પ્રત્યે તમારી જવાબદારી નિભાવવાની છે. આ વર્ષે તમે એક જવાબદાર નાગરિકની ભૂમિકા ભજવી શકો છો.  બની શકે કે તમે કોઈ ચેરિટિબલ સંસ્થા કે માનવતાની ભલાઈ માટે થતા કામમાં તમારું યોગદાન આપો. તેમાં આગળ વધીને ભાગ લો. બની શકે છે પહેલા થયેલ ભૂલ કે બીજા કારણોથી તમે એ મેળવી ન શક્યા હોય  જે તમે મેળવવા ઈચ્છો છો. આ સમય ભૂતકાળમાંથી શીખ લઈને ભવિષ્ય માટે સુદ્ર્ઢ યોજનાઓ બનાવવાનો છે. પૂર્વના વર્ષ કરતા આ વર્ષે તમે તમારી યોજનાઓને સારી રીતે લાગૂ કરી તમારા લક્ષ્યને મેળવી શકો છો. તમારા મિત્ર તેમાં સહાયકના રૂપમાં મુખ્ય ભૂમિકા ભજવી શકે છે. ટૂંકમાં આ સમય પાછળ વળીને એક વાર જોવાનો છે કે ક્યાંક કઈક છૂટી તો નહી ગયું ત્યારબાદ આગળ વધી શકો છો અને મંજીલ જરૂર મળશે.