મંગળવાર, 16 એપ્રિલ 2024
  1. જ્યોતિષશાસ્ત્ર
  2. જ્યોતિષવિજ્ઞાન
  3. જ્યોતિષ 2020
Written By
Last Updated : મંગળવાર, 31 ડિસેમ્બર 2019 (12:33 IST)

વર્ષનો અંતિમ દિવસ - કરી લો આ ઉપાય...પૂરી થશે મનોકામનાઓ

જૂના વર્ષ સાથે બધી અંતિમ ઢગલો ઈચ્છાઓ અને ખરાબ યાદો જોડાયેલ હોય છે. આપણે સારી યાદોને બનાવી રાખવાની છે અને ખરાબ આદતોને ભૂલી જવાનુ છે.  આ દિવસે જો આપણે કેટલીક પ્રકારના કાર્ય કરીએ તો મન અને જીવનમાંથી કડવી વસ્તુઓ મટી જાય છે સાથે જ આવનારો વર્ષ ખુશીઓથી ભરાય જાય છે. આ ખાસ કામ 31 ડિસેમ્બરની રાત સુધી કરી લેવુ જોઈએ.  આ વર્ષના પહેલા દિવસે જ કરી લેવુ જોઈએ. 
 
જૂના વર્ષના અંતિમ દિવસે શુ કરવુ જોઈએ ?
 
- ઘરની સંપૂર્ણ સાફ સફાઈ કરવી જોઈએ અને જો શક્ય હોય તો ઘરને સજાવવુ પણ જોઈએ 
- કોઈને કોઈ રૂપમાં ભગવાનને યાદ કરવા જોઈએ 
- ભલે ભજન કરો ભલે કીર્તન કરો આ સ્તુતિ કરો 
- આ દિવસે ગરીબને વસ્ત્ર અને ખાવા પીવાની વસ્તુઓનુ દાન કરવુ જોઈએ 
- આ દિવસે ચમકદાર અને સુંદર રંગના કપડા ધારણ કરો 
- કાળા રંગના વસ્ત્રો પહેરવાથી દૂર રહો 
 
વર્ષના અંતિમ દિવસે શુ ન કરવુ જોઈએ 
 
- ઘરને ખાલી છોડીને આમાતેમ્ન ન ફરવુ 
- માસ મદિરા અને ઉધમથી પરેજ કરો 
- કોઈની સાથે વિવાદ ન કરો 
-બની શકે તો કર્જની લેવડ દેવડથી બચો 
 
જૂના વર્ષના અંતિમ દિવસે અને નવા વર્ષના પહેલા દિવસે મનોકામના પૂર્તિ માટે શુ કરવુ ?
 
- ધન અને સંપન્નતા માટે ઘરમાં રોશની કરો 
-કર્જ અને કેસની મુક્તિ માટે ઘરમાં ફુલોનુ તોરણ લગાવો 
- સંતાન પ્રાપ્તિ માટે કે સંતાનની સમસ્યા માટે ફુલોનો છોડ લગાવો 
- નોકરી વેપાર કે રોજગાર માટે વિષ્ણુ સહસ્ત્રનામનો પાઠ કરો. ગરીબોને ભોજન કરાવો