શુક્રવાર, 22 નવેમ્બર 2024
  1. ધર્મ
  2. હિન્દુ
  3. હિન્દુ ધર્મ વિશે
Written By
Last Modified: સોમવાર, 2 ડિસેમ્બર 2019 (15:07 IST)

ચંપા છઠ - આજે બની રહ્યા છે વિશેષ યોગ, કરી લો આ ઉપાય

આજે સોમવાર 2 ડિસેમ્બર અને માર્ગશીર્ષ મહિનાનો શુક્લ પક્ષની ષષ્ઠી  છે. આ દિવસને ચંપાછઠના નામથી ઓળખવામાં આવે છે.  આજે અમે આપને બતાવી રહ્યા છે ચંપા છઠના દિવસે કયા ઉપાયો કરવા જોઈએ તેના વિશે માહિતી..   હિન્દુ પંચાગ મુજબ આજે સર્વાર્થ સિદ્ધિ યોગ બનશે. આ મુહૂર્ત એક સિદ્ધ મુહુર્ત છે. તેમા દરેક પ્રકારના અશુભ યોગને નષ્ટ કરવાની શક્તિ છે.  આજના દિવસે મુહુર્ત જોયા સિવાય દરેક પ્રકારના શુભ કામ કરી શકો છો. 
 
- આજના આ વિશેષ યોગનો સૌથી મોટો લાભ એ છે કે તેમા કરવામાં આવેલ પૂજા પાઠ જલ્દી સિદ્ધ થાય છે. 
 
 
સ્કંદ પુરાણમાં કહેવામાં આવ્યુ છે કે ષષ્ઠી તિથિ  મંગલ ગ્રહ અને દક્ષિણ દિશા કુમાર કાર્તિકેયને સમર્પિત છે. ભવિષ્ય પુરાણમાં જણાવ્યા મુજબ ચંપાછઠના દિવસે કાર્તિકેય પોતાના પરિવારથી નારાજ થઈને મલ્લિકાર્જુન જ્યોતિર્લિંગ પર ચાલ્યા ગયા  હતા.  તેઓ આ શુભ દિવસે જ દેવસેનાના સેનાપતિ બન્  અહતા. 
 
આજે સોમવાર અને ચંપા છઠનો શુભ યોગ બની રહ્યો છે તેથી આ ઉપાય જરૂર કરો 
 
- આજે શિવલિંગની પૂજા કરો. અત્તર ભેળવેલ ગાયના ઘીનો દિવો પ્રગટાવો ગુલાબના ફુલ ચઢાવો અબીલ ચઢાવો અને ખાંડનો નૈવેદ્ય લગાવો. પછી આ ભોગને પાણીમાં પ્રવાહિત કરી દો. 
 
૳ આજના દિવસે શિવ મંદિરમાં તલના તેલના 9 દિવા પ્રગટાવો આ ઉપાયથી ગ્રહ પીડાથી મુક્તિ મળે છે 
 
શિવ મંદિરમાં કાર્તિકેયને ભૂરા વસ્ત્ર ચઢાવવાથી માન સન્માનની પ્રાપ્તિ થાય છે 
 
શિવલિંગ પર રીંગણ અને બાજરો ચઢાવીને તેને ગરીબને દાન કરો. આ ઉપાયથી શત્રુઓથી રક્ષા થાય છે.  શિવલિગ જેટલુ જુનુ હશે એટલો જ લાભ વધુ મળે છે.  
 
- જો તમારા બાળકોના કોઈ કાર્યમાં અવરોધ આવી રહ્યો છે તો આજના દિવસે વ્રત જરૂર કરવુ જોઈએ 
 
- પારદ શિવલિંગ પર અભિષેક કરવાથી લાભ તરત અને  હજાર ગણુ મળી જાય છે. 
 
- આજના દિવસ રૂદ્રાભિષેક કરવાથી ફળ ખૂબ જલ્દી પ્રાપ્ત થાય છે.  જે જાતકને કાલસર્પ યોગ પરેશાન કરતો હોય કે ગૃહ ક્લેશ હોય કે પછી વેપારમાં નુકશાન થઈ રહ્યુ હોય અને અભ્યાસમાં કોઈ અવરોધ આવી રહ્યો હોય તેમને માટે પણ રૂદ્રાભિષેક લાભકારી છે. 
 
- ચંપા છઠના દિવસે જે ભક્તો સાચા મનથી ભોલેનાથનુ ધ્યાન અને પૂજા કરે છે તેના બધા બગડેલા કામ બની જાય છે અને ઘરમાં ખુશીઓ આવે છે.  - આ દિવસે શિવચાલીસાનો પાઠ કરવાથી વિશેષ ફળની પ્રાપ્તિ થાય છે.