રવિવાર, 22 ડિસેમ્બર 2024
  1. જ્યોતિષશાસ્ત્ર
  2. જ્યોતિષવિજ્ઞાન
  3. જ્યોતિષ 2023
Written By

Vrishchik rashi 2023- વૃશ્ચિક રાશિના લોકો માટે કેવું રહેશે વર્ષ 2023, જાણો નોકરી, કરિયર અને આર્થિક સ્થિતિ વિશે

સામાન્ય રૂપથી લોકો તમને એક એવા વ્યક્તિના રૂપમાં જાણે છે જેની તેમની સમજ અને વિચાર હોય છે. પણ નવા વર્ષ 2023 માં ગ્રહની ગતિ તમને તમારા વિચારને બદલવા માટે મજબૂત કરી શકે છે. ખાસ કરીને પ્રાઈવેટ જીવનમાં તમે તમારા સાથીની સાથે આ રીતના અનુભવ કરી શકો છો. પણ આ ફેરફાર સારા અને નવા થશે. વર્ષની ત્રીજી ત્રૈમાસિક સુધી તમારી અને તમારા પરિવારની પૂર્ણ મદદ કરશે. 
 
જ્યારે વર્ષનુ બીજુ ભાગ શરૂ થશે તો વૃશ્ચિક રાશિના લોકો ધન લાભના અવસરોની આશા કરી શકે છે. આ સમયગાળો શુક્ર ગ્રહના દહન થતા સુધી રહેશે. તેથી તમને સલાહ છે કે તમે આ સમયેનુ સર્વોત્તમ ઉપયોગ કરો/ વર્ષ 2023 આ રાશિના તે જાતકોના જીવનમાં કેટલાક પરિવર્તન કરશે જે આ વર્ષ લગ્નના બંધનમાં બંધવા ઈચ્છે છે. જો કોઈ પહેલાથી જ પરિણીત છે તેમના જીવનમાં પણ અનૂકુળ પરિવર્તનની આશા બની રહી છે. તમને લાગશે કે તમને જીવનસાથી પહેલા કરતા વધારે સહયોગી બની ગયો છે. પરિણામસ્વરૂપ તમારા મનમાં તમારા જીવનસાથીન પ્રત્યે સમ્માન વધુ વધી જશે. તમને તમારા સ્વાસ્થય પ્રત્યે સાવધાન રહેવાની જરૂર પડશે. ખાસ રૂપથી નવા વર્ષ 2023ના અંતિમ ત્રિમાસિકની આસપાસ તમારા સ્વાસ્થયનુ વધારે કાળજી રાખવાની જરૂર પડશે. 
 
વૃશ્ચિક પ્રેમ રાશિફળ 2023 
તમે ગમે તેટલા વ્યવહારુ હો, પરંતુ પ્રેમ સંબંધમાં તમારે કામ કરવાની જરૂર છે. આમ તો આ વર્ષ તમારા માટે પ્રેમ અને રોમાંસથી ભરેલું રહેશે. 
 
જે જાતક તાજેતર સંબંધમાં બંધ્યા છે  તેને વર્ષના બીજા ત્રિમાસિક ગાળામાં ગુરુનો સહયોગ મળશે, જે આ રાશિના લોકો તેમના જીવનસાથીને 
 
વધુ સારી રીતે સમજવામાં મદદ કરશે. પરંતુ એવું જરૂરી નથી કે દરેકની લવ લાઈફમાં બધું સારું જ હોવું જોઈએ.
 
 
 
આગળની વાત કરીએ તો જે લોકોને કોઈ કાનૂની મામલો ચાલી રહ્યો છે, તેમને પહેલા ભાગના અંત સુધીમાં સફળતા મળશે. વૃશ્ચિક રાશિની પ્રેમ રાશિફળ 2023 મુજબ 
 
આ વર્ષ, તમારા મનમાં પોતાના વિચારોને લઈને મતભેદ રહેશે, જેના કારણે તમે કોઈ ખાસ પરિસ્થિતિથી સંબંધિત નિર્ણય લેવામાં મુશ્કેલી અનુભવશો. તેથી વૃશ્ચિક રાશિના જાતકો 
 જીવનમાં આગળ વધવા માટે પોતાના પર એટલું દબાણ ન રાખવું કે તેણે આ ભાર જેવુ લાગે.
 
વૃશ્ચિક રાશિના જે લોકો હજુ અપરિણીત છે એટલે કે સિંગલ છે, તેણે આ વર્ષે અન્ય લોકો સાથે વાતચીત શરૂ કરતી વખતે થોડી સાવધ રહેવાની જરૂર છે. વૃશ્ચિક રાશિ માટે 2023 ની પ્રેમ રાશિફળ કહે છે કે તમે અન્ય લોકો સાથે વાતચીત કરવામાં અસ્વસ્થતા અનુભવશો. તેના કારણે તમે તમારા માટે યોગ્ય જીવનસાથી શોધવો ખૂબ મુશ્કેલ કાર્ય છે. જ્યોતિષ તમને શાંત રહેવાની સલાહ આપે છે અને આશાવાદી રહેવાનું પણ કહે છે. વર્ષ 2023 નો ચોથો ત્રિમાસિકની આસપાસ લગ્નના પ્રસ્તાવો મળશે તેમજ અન્ય લોકો સાથે વાતચીત કરવાની કુશળતામાં પણ સુધારો થશે.
 
વૃશ્ચિક રાશિના લોકોના પ્રેમ જીવન માટે રાશિફળ ભવિષ્યવાણી કરે છે કે કેટલાક પ્રેમી કપલ, જે લાંબા સમયથી સાથે છે, તે તેમના સંબંધોને એક પગલું આગળ લઈ જશે કાર્યકારી જીવનમાં, તમે જોશો કે તમારા સાથીદારો તમારા માટે ખૂબ જ સહયોગી છે, તેઓ તમને ઘણા મુશ્કેલ નિર્ણયો લેવામાં પણ મદદ કરશે. તેમની મદદથી તમે  સફળતા તરફ ઝડપથી આગળ વધશો. તેનાથી તમારા સંબંધો વધુ સારા અને મજબૂત બનશે.
 
વૃશ્ચિક વિત્ત રાશિફળ 2023 
વૃશ્ચિક રાશિના લોકો માટે વર્ષ 2023 ખૂબ જ ભાગ્યશાળી રહેશે. તમારે ન માત્ર દરેક વસ્તુ પર પુનર્વિચાર કરવો જોઈએ પરંતુ બધું નવું અને અલગ કરવાની રીત વિશે વિચારવો જોઈએ. આવું એટલા માટે કારણ કે આ વર્ષે શનિ તમારી કસોટી કરશે. પણ તેની સાથે જ તમારા નાણાકીય સ્થિતિને થોડી સુધારવામાં મદદ કરશે. નાણાકીય ક્ષેત્રે વધુ લાભ મળવાની સંભાવના છે. ઉપરાંત, જો તમે આ સમયગાળા દરમિયાન યોગ્ય જગ્યાએ રોકાણ કરોશો તો પછી તમે પણ આનો લાભ મેળવી શકો છો.
 
તમે તમારી સંપત્તિ વિશે જેટલુ વિચારશો, તેટલી જ ચિંતા રહેશે. પૈસાનું શું કરવું અને શું નહીં, એવા પ્રશ્નો મનમાં વારંવાર ઉઠતા રહેશે પરંતુ તેના વિશે વધુ ચિંતા કરશો નહીં, કારણ કે જેમ જેમ વર્ષ સમાપ્ત થાય છે, ચોક્કસ તમે સંપત્તિ સંચય અને તેના યોગ્ય ઉપયોગ પર ધ્યાન કેન્દ્રિત કરી શકશો.
 
ચોક્કસ નિર્ણય પર પહોંચશે. વર્ષ 2023 માં તમને વધુ પૈસા મળવાની સંભાવના છે. તેથી થોડા ખુશ રહો અને નકારાત્મક માનસિકતાને પોતાનાથી દૂર રાખો. જો કોઈ તેમના પૈસાનું રોકાણ કરવાનું વિચારી રહ્યું છે, તો તેણે તે વર્ષ 2023 ના બીજા ભાગમાં કરવું જોઈએ. કારણ કે આ સમયગાળા દરમિયાન ગ્રહ પરિવર્તનના કારણે નાણાકીય સ્થિતિમાં સુધારો થશે. એવી પણ ઉચ્ચ સંભાવના છે કે જે જાતક પોતાની ખોવાયેલી સંપત્તિમાંથી કમાવવા માટે લાંબા સમયથી સખત મહેનત કરી રહ્યા છે તેનુ ફળ આ વર્ષે મળશે. જો તમે પહેલા કોઈને પૈસા ઉછીના આપ્યા છે, તો તમે તમારા પૈસા બીજા ભાગમાં પાછા મેળવી શકો છો. અન્યને ધિરાણ તમને આપેલા પૈસા ચોક્કસપણે પાછા મળશે.
 
આવકમાં વધારો જોઈને તમારે વધારે ઉત્સાહી ન થવું જોઈએ. ધ્યાનમાં રાખો કે વર્ષ 2023 તમારા માટે કેટલાક પડકારો અને ચેતવણીઓનું પણ હશે.લાવશે. એટલા માટે આવેગના આધારે કોઈપણ પ્રકારના નિર્ણયો ન લો. ધ્યાનમાં રાખો કે વર્ષના મધ્યમાં તમારા માટે નાણાકીય સમસ્યાઓ આવશે.
 
આ સમય તમારા માટે ઘણો મુશ્કેલ હોઈ શકે છે. જો તમે રોકાણ સંબંધિત નુકસાનથી બચવા અને સારા પરિણામ મેળવવા માંગતા હોવ તો હાલના રોકાણ સંબંધની જાણકારી સાથે પરામર્શ કરી શકે છે.
 
વૃશ્ચિક કરિયર રાશિફળ 2023
જ્યારે તમારી લવ લાઈફમાં કોઈ પણ પ્રકારની સમસ્યા હોય તો તમે તેને સંભાળી લો. તેનો અર્થ એ છે કે તમે જાણો છો કે તમારા સંબંધમાં સમસ્યાને કેવી રીતે હેન્ડલ કરવી. પરંતુ જ્યારે તમારી કારકિર્દીમાં કોઈ સમસ્યા આવે છે, ત્યારે તમે તેને સમજી શકતા નથી અથવા અનુકૂળ રીતે વિચારી શકતા નથી. તેથી વૃશ્ચિક કારકિર્દી રાશિફળ 2023 તમને સલાહ આપે છે કે જ્યારે કરિયરમાં કોઈ પરેશાની આવે તો વિચલિત ન થવુ. કાર્યકારી પુરૂષો અને સ્ત્રીઓને ઓફિસમાં તેમના લક્ષ્યો હાંસલ કરવામાં પરેશાનીનો સામનો કરવો પડી શકે છે. તમારે તમારી નબળાઈઓ અને શક્તિઓ શોધવાની જરૂર છે. આ પછી સારી રીતે કામ કરવું પડશે.
 
વૃશ્ચિક રાશિના  જે જાતક ફ્રેશર છે અને નોકરી માટે સખત મેહનત કરી રહ્યા છે. શનિ ગ્રહના કારણે તમને સફળતા મળશે. જે વિદ્યાર્થી ઈંટરનશિપ કે ફ્રીલાંસિંગથી તેમના કરિયરની શરૂઆત કરવા ઈચ્છે છે તેમના માટે આ સમય અનુકુળ છે. તમારી કુંડળીમાં રાહુ અને કેતુ ગ્રહ એક સાથે હાજર રહેશે. આ કારણે તમારા કાર્યકારી જીવન પર અસર થશે, પરંતુ વિદ્યાર્થીઓ તેમના અભ્યાસમાં સંપૂર્ણ ધ્યાન આપી શકશે નહીં. સાથે જ તમે પોતે ઉર્જામાં કમી પણ અનુભવશો/ 
 
વૃશ્ચિક કરિયર રાશિફળ 2023 કહે છે કે ત્રીજા ત્રિમાસિકની આસપાસ તમને વધુ સફળતા મળશે. ધંધામાં હંમેશા સાવધાનીપૂર્વક પગલાં લેવા જોઈએ. તમને પણ પાર્ટનર્સની સાથે પૂરી સાવધાનીથી આગળ વધવું. તમારા ઑફિસના સીક્રેટ્સ તમે તેમની સામે ખોલવાથી બચવું. કારણ કે તમારી કુંડળી આ દિશામાં સૂચવે છે કે તમારા વ્યવસાયમાં ભાગીદાર તમને છેતરી શકે છે.  
 
જે લોકો એક નાનો ધંધો કે સ્ટાર્ટાઅપ શરૂ કરી રહ્યા છે તેણે તેમના માતા-પિતા કે બીજા લોકોનુ પુર્ણ સમર્થન મળશે. તમે ક્યારે પણ ઉતાવળે નિર્ણયો ન લો,કારણ કે તેનાથી તમારા ધંધામાં નુકસાન થઈ શકે છે. ઉપરાંત, તમે જે પણ નિર્ણય લો છો, તેને કાળજીપૂર્વક લો.
 
વૃશ્ચિક પરિવાર રાશિફળ 2023 
દુર્ભાગ્યથી તમારા વિચાર પરિવાર સાથે મેળ થતા નથી. તેથી વર્ષ 2023ની શરૂઆતથી જ તમને તમારા પરિવાર સાથે વાદ-વિવાદ રહેશે. પરિવારના જે સભ્ય તમારાથી ઉમ્રમાં મોટા છે તે તમારાથી અસહમત થઈ શકે છે. અસહમતિનુ કારણ કરિયર પણ થઈ શકે છે. તમારા માટે જેટલુ શક્ય હો ગુસ્સો ઓછુ કરવું 2023ના મુજબ બીજી ત્રિમાસિકની આસપાસ વસ્તુઓ તમારા માટે સારી થવા લાગશે. 
 
વર્ષની શરૂઆતમાં ભલે ઘરના સભ્યોના વધતા કલેશના કારણે મન ખરાબ રહે અને હેપ્પી ફેમિલી જેવી વાત પરથી તમારુ વિશ્વાસ ઉઠી જાય. પણ સ્થિતિમાં નક્કી સુધારો થશે. કરણ જે પણ હોય પણ નક્કી ઘરમાં પરિવર્તન થશે. આ કારણે ઘરમાં કઈક અશાંતિનુ વાતાવરણ પણ થઈ શકે છે. સ્થિતિ ગમે તેબી હોય બૃહપસ્પતિ અને શનિના આશીર્વાદથી તમે વગર કોઈ પરેશાની આ બધી સમસ્યાઓનો સામનો કરશો.
 
તમારા દાદા-દાદીની સાથે કેટલીક સ્વાસ્થય સંબંધી સમસ્યાઓ થઈ શકે છે. તમે તમારા પરિવારના સ્વાસ્થયને લઈને સાવધ અને સાવચેત રહેવું. બીજાનુ ધ્યાન રાખવાની સાથે-સાથે તમને તમારુ પણ ધ્યાન રાખવુ પડસ્ગે. બીજાના સ્વાસ્થયની કાળજી રાખતા-રાખતા તમે તમારામાં ઉર્જાનો અભાવ અનુભવશો. 
 
જ્યાં સુધી ઘરના બાળકોની વાત છે, રાશિફળ 2023 કહે છે કે તેમનું સ્વાસ્થ્ય સારું રહેશે. તેઓ તેમના અભ્યાસમાં સારો દેખાવ કરશે.
 
નવુ વર્ષ 2023માં વૃશ્ચિક રાશિના જાતકો માટે કેટલાક સુખદ સમય લાવશે. તમારા મનની વાત સાંભળી તમારા જીવનમાં આવેલી સમસ્યાઓને તમે સરળતાથી ઉકેલી લેશો. આ કારણે તમે તમારા પરિવારના લોકોની વાતને ધૈર્યપૂર્વક સાંભળશો. તમારી આ ટેવ ઘરમાં સકારાત્મક પરિવર્તન લાવશે. સારી વાત આ છે કે શુક્ર ગ્રહ તમારા પરિવારની સાથે સારી ભાગીદારી બનાવવામાં મદદ કરશે. 
 
વૃશ્ચિક સ્વાસ્થય રાશિફળ 2023 
વૃશ્ચિક સ્વાસ્થય રાશિફળ 2023 મુજબ આ રાશિના જાતક સારુ અનુભવશે. કારણકે ગયા વર્ષના તેમના રોગ અને સ્વાસ્થય સંબંધી સમસ્યાઓ સારી થઈ જશે. મંગળ ગ્રહની વક્રી સમયગાળા સમાપ્ત થવાની સાથે તમને સ્વાસ્થયમાં પરિવર્તન અનુભવશો. તેથી તમે સમયે-સમય પર આરામ જરૂર કરવું. જો તમે કોઈ માનસિક પરેશાની કે ઉંઘની સમસ્યાથી ઝઝૂમી રહ્યા છે ત્યારે આ વર્ષ તમને કેટલીક ચેતવણી આપી રહ્યા છે. તમારી લાઈફસ્ટાઈલને એક સ્વસ્થ લાઈફસ્ટાઈલમાં બદલવા અને સુધાર કરવા માટે શનિ ગ્રહ તમને શરૂઆતથી જ સાવધ કરી રહ્યો છે. 
 
જે લોકોની ઈમ્યુનિટી નબળી હોય છે તે પોતાનામાં ઉર્જાની કમી અનુભવશે. જો તમે સમય રહેતા તમારા સ્વાસ્થય પર ધ્યાન નથી આપશો તો તેની નકારાત્મક અસર તમારા જીવનના બીજા પહેલૂ જેમ કરિયર વગેરેમાં જોવા લાગશે. વૃશ્ચિક રાશિફળ 2023ની ભવિષ્યવાણી કરે છે કે આ રાશિના જાતકોને મધુમેહ, ગેસ્ટ્રીક કે પાચન તંત્ર સંબંધિત સમસ્યાઓનુ સામનો કરવો પડી શકે છે. તે સિવાત તમારા ખાન પાનની ટેવમાં સુધાર કરવાની જરૂર છે. તેની સાથે જ એક્સરસાઈઝને તમારા જીવનમાં મુખ્ય ભાગ બનાવો જેથી સ્વસ્થ રહી શકો. 
 
વૃશ્ચિક રાશિની જે મહિલાઓ ગર્ભવતી છે તે સ્વસ્થ રહેશે.  પણ જે બાળકોને ફ્લૂ કે વાયરલ થઈ જાય તેને વધારે કેયરની જરૂર પડી શકે છે. ઘરના વડીલને આ વાતની કાળજી રાખવી જોઈએ. જે લોકોને વજન ઓછુ કરવા કે બૉડીને શેપમાં રાખવા માટે સંકલ્પ લીધો હતો તેના માટે સ્થિતિ થોડી ગંભીર થઈ જશે કારણ કે તેમના સંકલ્પ પૂરા કરવામાં અસફળ રહેશે. પણ બીજા ગ્રહ તમને પૂર્ણ સહકાર આપશે અને હાર ન માનવા માટે પ્રેરિત કરશે. 
 
વૃશ્ચિક રાશિના જાતકો માટે સારા સમાચાર આ છે કે વર્ષ 2023 જો તમે તમારી આસપાસની વસ્તુઓને લઈને બહુ વધારે ચિંતા કરો છો તો તમને કેટલાક પડકારોનો સામનો કરવો પડી શકે છે. તેના માટે ગ્રહ જવાબદાર થઈ શકે છે. ચંદ્ર તમને અસ્વસ્થતા અનુભવી શકે છે અને કેટલીક સ્વાસ્થ્ય સમસ્યાઓ તમને સમય સમય પર અસર કરી તેને ઊભી કરી શકે છે. બીજી તરફ, ગુરુ તમને સતત ચાલતા રહેવા અને કોઈપણ રોગથી બચવા માટે પ્રેરિત કરશે.
 
 
વૃશ્ચિક લગ્ન રાશિફળ 
સામાન્ય રીતે લોકો તેમના એકલતા અને રિક્ત સ્થાનને દૂર કરવા માટે જીવનસાથીની ઈચ્છા રાખે છે. પણ તમારી ઈચ્છા એકદમ જુદી જ છે. તમને જીવનસાથી ન માત્ર સપોર્ટ માટે જોઈએ પણ તમે ઈચ્છો છો તે સમય-સમય પર તમને સલાહ પણ આપે. તમે આ બાબતે ભાગ્યશાળી સિદ્ધ થશો. તમે તમારા માટે જે પ્રકારના જીવનસાથીની શોધ કરી રહ્યા છો તે તમને જરૂર મળશે. જ્યારે લાંબા સમયની વાત કરીએ તો આ વર્ષના અંતમાં તમારા લગ્ન થવાની શકયતા છે. 
 
જે જાતકોન વૈવાહિક જીવનમાં ખૂબ સંકટ રહ્યા છે. જેને તેમના લગ્નને લઈને કાયદાકીય મામલા ચાલી રહ્યા છે. આ વર્ષે તેણે તેમના પક્ષમાં નિર્ણય મળશે. જે પરણેલા કપલમાં ગયાવર્ષથી કેટલીક સમસ્યાઓ ચાલી રહી છે આ વર્ષે તેમની બધી પરેશાનીઓ દૂર થઈ જશે. જે લોકોતે તેમના પરિવાર કે સાસરિયાવાળાની સાથે સારા સંબંધ નથી વર્ષ 2023ના અંતિમ સમયગાળાની આસપાસ તમારી સ્થિતિઓ પણ સારી થશે. 
 
જે લોકોની લાંબા સમયથી લગ્ન નથી થઈ રહ્યા છે તે તેમના માટે આ વર્ષે સારા સમાચારની આશા કરી શકે છે. વૃશ્ચિક રાશિ માટે રાશિફળ 2023 કહે છે કે લગ્ન માટે કેટલાક ઉલ્લેખનીય પ્રસ્તાવ તમારી સામે આવશે. જે પરિવારની સાથે તમારો સંબંધ બંધાઈ રહ્યો છે તેને નજીકથી તપાસો. શકયત શરૂઆતમાં તેમની સાથે સામંજસ્ય કરવામાં થોડી મુશ્કેલી અનુભવશો. 
 
વૃશ્ચિક રાશિના કેટલાક જાતકોના ઘરમાં નાનકડા મહેમાનો આગમન થશે જેનાથી ઘરમાં ખુશીઓ વધશે. ઘરમાં નવા મેહમાનના કારણે પતિ-પત્નીના સંબંધમાં સારા થશો અને ઘરનુ વાતાવરણ પણ સુખદ અને શાંતિપ્રિય બનશે. આટલુ જ નહી વૃશ્ચિક રાશિફળ 2023 આ પણ ભવિષ્યવાણી કરે છે કે તમે કેટલાક સોશિયલ ઈવેંટસમાં જશો જે તમને તમારા સાથી ના વચ્ચે સંબંધને ગાઢ બનાવશે. 
 
2023માં વૃશ્ચિક રાશિ માટે જ્યોતિષીય ઉપાય 
વૃશ્ચિક રાશિ માટે જ્યોતિષીઓ દ્વારા નીચે આપેલ કેટલીક ઉપયોગી અને અસરકારક ટિપ્સ આપવામાં આવી છે, જેને અનુસરીને તેઓ વર્ષ 2023માં સફળતા હાંસલ કરી શકે છે. બધા સાથે
 
જીવનની સફરમાં અવરોધો અને મુશ્કેલ પરિસ્થિતિઓને પાર કરી શકે છે:
 
ઓછો રાંધેલો ખોરાક ખાવાનું ટાળવું જોઈએ.
 કેટલીક સંજોગોમાં ઉત્સાહિત થઈ શકો છો. તમે તમારી લાગણીઓ અને સ્વભાવ પર નિયંત્રણ રાખો તે વધુ સારું છે.
તમે સોમવાર કે રોજ ભગવાન કાલભૈરવની પૂજા કરો.
તમારા પૂર્વજોને નિયમિત રીતે અથવા અઠવાડિયામાં એકવાર પ્રાર્થના કરો.
તમારે દરરોજ મંદિરમાં જવું જોઈએ અથવા વર્ષમાં એકવાર તીર્થસ્થળની મુલાકાત લેવી જોઈએ.
 કામમાં વધુ પડતી વ્યસ્તતા ટાળો, કારણ કે તે તમારા સ્વાસ્થ્યને બગાડી શકે છે. જો તમારે જાન-માલનું નુકસાન ન જોઈતું હોય, તો સમયાંતરે તમારા કામથી બ્રેક લેતા રહો. 
તમારા આગળના માર્ગમાં અવરોધો ટાળવા માટે શનિ યંત્રની પૂજા કરો.