કારગિલ વિજય દિવસ - 20 વર્ષ પહેલા જ્યારે ભારતીય સેનાના શોર્ય આગળ PAK આવ્યુ હતુ ઘૂંટણિયે

kargil vijay divas
Last Modified શુક્રવાર, 26 જુલાઈ 2019 (10:41 IST)
વર્ષ 1999માં મે મહિનો ચાલી રહ્યો હતો. જ્યારે ભારતીય સેનાને સૂચના મળી કે પાકિસ્તાની સૈનિકો અને કાશ્મીરી આતંકવાદીઓને કારગિલની ચોટી પર જોવામાં આવ્યા છે. પાકિસ્તાનીઓનુ ભારતીય સીમામાં ઘુસવુ કોઈ મોટી વાત નથી.
તે ભારતની જમીન પર કબજો કરવા માટે આગળ વધી રહ્યા હતા.
ત્યારે શરૂ થયુ કારગિલ યુદ્ધ.

કારગિલ વિજય દિવસને આજે પુરા 20 વર્ષ થઈ ગયા છે.
દરેક ભારતીય માટે 26 જુલાઈ ગર્વનો દિવસ છે. આ દિવસે ફક્ત ભારતીય સેના પાકિસ્તાની સૈનિકોને કારગિલ પરથી ખદેડવા ઉપરાંત એ પણ સાબિત કર્યુ કે ભારતની તરફ આંખ ઉઠાવનારાને ગંભીર પરિણામ ભોગવવુ પડશે.

8 મે 1999થી શરૂ થયેલ કારગિલ યુદ્ધ 26 જુલાઈના રોજ ખતમ થયુ હતુ. 60 દિવસ ચાલેલા આ યુદ્ધમાં ભારતે પોતાના અનેક વીર સપૂત ગુમાવ્યા પણ જવાનોએ ભારત માતાનુ શીશ ન નમવા દીધુ. આ ઓપરેશનમાં પાકિસ્તાન ઘુંટણિયે આવવા મજબૂર થયુ. પાક સેનાએ પોતાના 5000 જવાનોને કારગિલ પર ચઢાઈ કરવા માટે મોકલ્યા હતા. પાકિસ્તાન 1998થી આ યુદ્ધની તૈયારી કરી રહ્યુ હતુ અને અચાનક જ ભારત પર હુમલો કરવા માંગતુ હતુ પણ ભારતીય જવાનોના અદમ્ય સાહસ અને વીરતા સામે પાકિસ્તાનના આ ઘુસણખોરો વધુ દિવસ સુધી ટકી શક્યા નહી.

દ્રાસ અને કારગિલના વાતાવરણમાં આજે પણ શહીદ જવાનોની વીર ગાથાના કિસ્સા ગૂંજે છે જે શરીરમાં એક
કંપારી ઉભી કરે છે.
કારગિલ યુદ્ધ પછી પાકિસ્તાની પ્રધાનમંત્રી નવાજ શરીફે આ વાતને સ્વીકારી હતી કે આ લડાઈ પકિસ્તાની સેના માટે એક વિપદા સાબિત થઈ. પાકિસ્તાનના આ યુદ્ધમાં 2700થી વધુ સૈનિક માર્યા ગયા હતા.


આ પણ વાંચો :