રવિવાર, 12 જાન્યુઆરી 2025
  1. લાઈફ સ્ટાઈલ
  2. »
  3. બાળ જગત
  4. »
  5. ગુજરાતી બાળકોના જોક્સ
Written By વેબ દુનિયા|

ત્રણ મૂર્ખા

એક ગામમાં ત્રણ મૂર્ખ છોકરા રહેતા હતા. એક દિવસ તેઓ કામની શોધમાં નીકળી પડ્યા. ચાલતા-ચાલતા સાંજ થઈ ગઈ. થોડી જ વારમાં ચદ્ર નીકળી આવ્યો.
ચંદ્ર જોઈને એક બોલ્યો - અરે, કાલે તો આપણે આ ચંદ્રને આપણા ગામમાં જોયો હતો. આપણે ગામમાંથી નીકળી પડ્યા તો આ પણ આપણી સાથે જ આવી ગયો.
આ સાંભળી બીજો બોલ્યો - હા યાર, આ તો આપણી સાથે જ આવી ગયો. હવે ગામમાં અંધારુ છવાઈ ગયુ હશે. જ્યારે આપણે ગામ પાછા ફરીશુ તો બધા આપણને લડશે કે આપણે ચંદ્રને સાથે લઈ ગયા અને અંધારુ કરી ગયા.
ત્રીજો બોલ્યો - તો ચલો, આને ગામ પાછા છોડી આવીએ.
અને ત્રણે આખીરાત પગે ચાલીને ગામ પાછા ફર્યા.