સોમવાર, 13 જાન્યુઆરી 2025
  1. ધર્મ
  2. તહેવારો
  3. કુંભ મેળો
Written By
Last Modified: સોમવાર, 13 જાન્યુઆરી 2025 (15:43 IST)

Maha Kumbh Mela 2025 - મહાકુંભમાં નથી જઈ શકતા તો આ વિધિથી ઘેરબેઠા જ સંગમ સ્નાનના પુણ્યનો લાભ ઉઠાવો

Mahakumbh 2025: કુંભ મેળો ભારતનો સૌથી મોટો ધાર્મિક મેળો છે. જ્યા લાખો શ્રદ્ધાલુ સંગમમાં ડુબકી લગાવવા આવે છે. માન્યતા છે કે સંગમ માં સ્નાનથી પુણ્યની પ્રાપ્તિ થય છે અને મનુષ્યના બધા પાપ ધોવાય જાય છે. પણ શુ તમે જાણો છો કે તમે ઘરે બેસીને પણ સંગમ સ્નાનના પુણ્યનો લાભ ઉઠાવી શકો છો ?  જી હા આ બિલકુલ શક્ય છે. આવો આ લેખમાં જાણો કેવી રીતે તમે ઘરે બેસ્યા જ એક વિશેષ મંત્રથી પવિત્ર નદીઓનુ આહ્વાન કરી ત્રિવેણી સંગમમાં સ્નાન કરવાનો લાભ ઉઠીવી શકો છો. 
 
સંગમ સ્નાનનુ મહત્વ 
સંગમને હિન્દુઓનો સૌથી પવિત્ર તીર્થસ્થળ માનવામાં આવે છે. જ્યા ગંગા, યમુના અને સરસ્વતી નદીઓ મળે છે. સંગમમાં ડુબકી લગાવવાથી પાપોનો નાશ થાય છે અને મોક્ષની પ્રાપ્તિ થાય છે. 
 
ઘરે બેસીને સંગમ સ્નાન કરવાની વિધિ 
 
શુદ્ધ સ્થાનની પસંદગી - સ્નાન કરવા માટે એક સ્વચ્છ અને શાંત સ્થાન પસંદ કરો 
મંત્રનુ ઉચ્ચારણ સ્નન કરતી વકતે નીચે અપવામાં આવેલા મંત્રનો જાપ કરો. 
સ્નાન કરતી વખતે આ મંત્રનો જાપ કરવો
'ગંગે ચ યમુને ચૈવ ગોદાવરી સરસ્વતી। નર્મદે સિન્ધુ કાવેરી જલે અસ્મિન્ સન્નિધિમ્ કુરુ॥' 
 
આનો અર્થ છે - હે ગંગા, યમુના, ગોદાવરી, સરસ્વતી, નર્મદા, સિંધુ અને કાવેરી ! તમે બધા મારા સ્નાનના જળમાં વિરાજમાન થાવ. 
 
ધ્યાન - સ્નાન કરતી વખતે મનમાં આ નદીઓનુ ધ્યાન કરો અને તેમનો આશીર્વાદ માંગો 
પૂજા - સ્નાન પછી ભગવાન વિષ્ણુ કે માતા ગંગાની પૂજા કરો. 

 
મંત્રનો અર્થ - આ મંત્રમાં ગંગા, યમુના, ગોદાવરી, સરસ્વતી, નર્મદા, સિંધુ અને કાવેરી જેવી પવિત્ર નદીઓનુ આહ્વાન કરવામાં આવ્યુ છે.  આ મંત્રનુ ઉચ્ચારણ કરતા તમે આ નદીઓના પવિત્ર જળમાં સ્નાન કરવાનો અનુભવ પ્રાપ્ત કરી શકો છો. 
 
શાંત મન : સ્નાન કરતી વખતે મનને શાંત અને તનાવમુક્ત રાખો 
સકારાત્મક ઉર્જા - અનુષ્ઠાન સમયે સકારાત્મક ઉર્જાનો અનુભવ કરો 
વિશ્વાસ - આ અનુષ્ઠાનને કરવા માટે દ્રઢ વિશ્વાસ હોવો ખૂબ જરૂરી છે. 
શુદ્ધતા - સ્નાન કરતી વખતે શરીર અને મન બંનેને શુદ્ધ રાખો 
ઉપવાસ - જો શક્ય છે તો વિધિપૂર્વક સ્નાન કર્યા બાદ ઉપવાસ કરો અને ભોજનમાં સાત્વિક ફળાહાર કરો. 
દાન પુણ્ય - આ અનુષ્ઠાન પછી ગરીબ લોકોને દાન કરવાથી આ અનુષ્ઠાન સંપન્ન થાય છે અને પુણ્યનો લાભ મળે છે.  
- જો  તમે કુંભ મેળામાં જવામાં અસમર્થ છો તો નિરાશ ન થશો. તમે ઘરે બેસીને પણ સંગમ સ્નાનના પુણ્યનો લાભ ઉઠાવી શકો છો. ઉપર બતાવેલ રીતથી નિયમિત રૂપથી સ્નાન કરવાથી તમે માનસિક અને આધ્યાત્મિક રૂપથી સમૃદ્ધ થશો. 
 
 
 
અસ્વીકરણ (Disclaimer) : આરોગ્ય, સૌંદર્ય સંભાળ, આયુર્વેદ, યોગ, ધર્મ, જ્યોતિષ, વાસ્તુ, ઈતિહાસ, પુરાણ વગેરે જેવા વિષયો પર વેબદુનિયા પર પ્રકાશિત/પ્રસારિત થયેલા વિડિયો, લેખો અને સમાચાર જનહિતને ધ્યાનમાં રાખીને વિશેષજ્ઞની સલાહ જરૂર લો.