મંગળવાર, 24 ડિસેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. લોકસભા ચૂંટણી 2019
  3. લોકસભા ચૂંટણી સમાચાર 2019
Written By
Last Modified: શનિવાર, 6 એપ્રિલ 2019 (13:21 IST)

કોંગ્રેસમાં જોડાતા જ બોલ્યા શત્રુધ્ન સિન્હા - BJP વન મેન શો ટૂ મેન આર્મી

ભારતીય જનતા પાર્ટી (બીજેપી)ના 39માં સ્થાપના દિવસ પર પાર્ટીના કદાવર નેતા શત્રુધ્ન સિન્હા શનિવારે કોંગ્રેસમાં સામેલ થઈ ગયા. બીજેપી નેતૃત્વ સાથે લાંબા સમયથી નારાજ ચાલી રહેલ શત્રુધ્ન સિન્હા દિલ્હીમાં એક કાર્યક્રમમાં કોંગ્રેસમાં સામેલ થયા. આ દરમિયાન કોંગ્રેસ તરફથી પાર્ટીના મુખ્ય પ્રવક્તા રણદીપ સુરજેવાલા, બિહાર કોંગ્રેસના પ્રભારી શક્તિસિંહ ગોહિલ, પાર્ટીના વરિષ્ઠ નેતા કે.સી વેણુગોપાલ હાજર હતા. 
 
આ દરમિયાન પાર્ટી નેતા રણદીપ સુરજેવાલાએ કહ્યુ કે બેબાક વિચાર રાખનારા શત્રુધ્ન સિન્હા ખોટી પાર્ટીમાં હતા. કેસી વેણુગોપાલે કહ્યુ કે તેમને આશા છે કે શત્રુધ્ન સિન્હા કોંગ્રેસની વિચારધારાને આગળ વધારવામાં મદદરૂપ સાબિ થશે. 
 
કોંગ્રેસમાં સામેલ થતા જ શુ બોલ્યા શત્રુધ્ન સિન્હા 
 
કોંગ્રેસમાં સામેલ થયા પછી શત્રુધ્ન સિન્હાએ કહ્યુ કે નવરાત્રિના અવસર પર તેઓ કોગ્રેસમાં સામેલ થયા છે અને આ અવસર પર કોંગ્રેસ નેતૃત્વનો આભાર વ્યક્ત કરે છે. શત્રુધ્ન સિન્હાએ કહ્યુ કે પોતાની રાજનીતિક જીવનયાત્રામાં સામેલ બધા લોકોને શુભકામનાઓ.  તેમણે નરેન્દ્ર મોદી અને અમિત શાહ પર હુમલો કરતા કહ્યુ કે બીજેપીમાં તેમણે લોકશાહી ધીરે ધીરે તાનાશાહીમાં પરિવર્તિત જોઈ. શત્રુધ્ન સિન્હાએ કહ્યુ કે વર્તમાન બીજેપી નેતૃત્વએ યશવંત સિન્હા, મુરલી મનોહર જોશી, અરુણ શૌરી જેવા કદાવર નેતાઓને પતાવી દીધા છે. 
 
શત્રુધ્ન સિન્હાએ આ અવસર પર પોતાના દિલમાં દબાયેલા દર્દને પણ દર્શાવ્યુ. શત્રુધ્ન સિન્હાને પુછવામાં આવ્યુ કે તેમને બીજેપીની સરકારમાં મંત્રી કેમ ન બનાવાયા. તેમણે કહ્યુ કે શુ તેમની અંદર કાબેલિયત નથી કે પછી કંઈક કમી હતી. શત્રુધ્ન સિન્હાએ કહ્યુ કે બીજેપીમાં આ સમયે તાનાશાહી સરકાર ચાલી રહી છે. તેમણે કહ્યુ કે વન મેન શો અને ટૂ મૈન આર્મી સરકાર છે.  શત્રુએ કહ્યુ કે કેન્દ્રના મંત્રીઓને પોતાના સચિવ રાખવાની મંજુરી પણ નહોતી. 
 
 
બીજેપી પર વરસ્યા 
 
બીજેપી પર પોતાની ભડાશ કાઢતા શત્રુધ્ન સિન્હાએ કહ્યુ કે એક તો વર્તમાન સરકારે કોઈ ઢંગનુ કામ કર્યુ નથી અને જ્યારે તેમને કામ વિશે પૂછવામાં આવે છે તો જવાબમાં ગુસ્સો કે પ્રત્યારોપ કરવામાં આવે છે.  શત્રુધ્ન સિન્હાએ કહ્યુ કે વર્તમાનમાં બીજેપીમાં વિરોધીઓના દુશ્મનની નજરથી જોવામાં આવે છે. જ્યારે કે અડવાણીજીએ કહ્યુ છે કે તમારો રાજનીતિક દુશ્મન નથી હોતો.  એ પણ દેશના હિતમાં જ વાત કરે છે.