સોમવાર, 23 ડિસેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: બુધવાર, 13 માર્ચ 2019 (13:04 IST)

હાર્દિક પટેલ કોંગ્રેસમાં જોડાયા બાદ પક્ષના કાર્યકરોમાં કકળાય વ્યાપ્યો

લોકસભાની ચૂંટણીની જાહેરાત પહેલા જ ભાજપે છેલ્લા એક મહિનામાં કોંગ્રેસના ચાર ધારાસભ્યોને તોડી નાખ્યા છે. કોંગ્રેસની યુવા નેતાગીરી સામે છેલ્લા એક વર્ષથી જબરજસ્ત અસંતોષ જોવા મળી રહ્યો છે. અલ્પેશ ઠાકોર દ્વારા વારંવાર ભાજપમાં જવાની ધમકી આપીને બ્લેકમેઇલીંગ કરી રહ્યું છે.
તાજેતરમાં જ કોંગ્રેસ દ્વારા લોકસભાની ચૂંટણીના સંદર્ભમાં વિવિધ કમિટીઓ બનાવી હતી. આ તમામ કમિટીઓમાં અલ્પેશને સ્થાન અપાયું છે આમ છતાં તે વારંવાર કોંગ્રેસ છોડવાની વાતો કરતો હોય છે, આવી સ્થિતિમાં પાટીદારોને અનામત આપવાની માંગણી સાથે રાજ્યમાં આંદોલન કરનાર હાર્દિક પટેલને આજે કોંગ્રેસમાં સત્તાવાર રીતે લઇ લેવાયો છે, એટલું જ નહીં ખૂબ જ મહત્વની અને પ્રતિષ્ઠિત ગણાતી CWCની મીટીંગમાં પણ હાર્દિકને હાજર રહ્યો હતો.
જોકે, હાર્દિકને cwc માં હાજર રાખવા અંગે હજુ કોઈ સત્તાવાર સમર્થન મળ્યું નથી. આ બાબતને લઇને કોંગ્રેસના આગેવાનો અને કાર્યકરોમાં ભારે રોષ ફેલાયો છે. કોંગ્રેસના આગેવાનો અને કાર્યકરો સોશિયલ મીડિયા પર એક બીજાને મેસેજ મોકલ્યા છે જેમાં તેઓ લખે છે કે કોંગ્રેસની નેતાગીરી પણ ભાજપની જેમ સ્કાયલેબ નેતાને કોંગ્રેસમાં ઉતારી રહી છે.
હાર્દિક પટેલ જેવા યુવાનને કોંગ્રેસની નિતી કે સિદ્ધાંતોની પણ પણ ખબર નથી. કોંગ્રેસની વિચારધારા સાથે તેને કોઈ જ સંબંધ નથી આમ છતાં તેને કોંગ્રેસમાં લઇ લેવાયો છે જેને કારણે કોંગ્રેસના કાર્યકરો અને આગેવાનો તેમને ક્યારેય સ્વીકારી શકવાના નથી. ટૂંકાગાળામાં કદાચ કોંગ્રેસને થોડો ફાયદો થઈ શકે છે પરંતુ લાંબે ગાળે હાર્દિકને લેવાથી કોંગ્રેસને ખૂબ જ મોટું નુકસાન થશે. આમ હાર્દિક પટેલની કોંગ્રેસમાં એન્ટ્રી થયા બાદ કોંગ્રેસમાં આંતરિક કકળાટ શરૂ થઈ ગયો છે. લોકસભાની ચૂંટણીમાં કોંગ્રેસને આ કકળાટ ભારે પડે તો બહુ નવાઈ નહીં.