શનિવાર, 11 જાન્યુઆરી 2025
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: સોમવાર, 4 માર્ચ 2019 (12:06 IST)

જે લોકોની એકેય પેઢીએ શહિદી નથી વ્હોરી એ લોકો દેશભક્તિના ગીતો ગાય છે- હાર્દિક પટેલ

આજે મોટાવરાછામાં સુદામા ચોક ખાતે લોક અધિકાર સભાનું આયોજન કરવામાં આવ્યું હતું જેમા મોટી સંખ્યામાં પાટીદાર યુવાનો જોડાયા હતા. આ સભાનો મુખ્ય હેતુ પાસ નેતા અલ્પેશ કથીરિયાની જેલમુક્તિ, આંદોલનકારીઓ પર થયેલા કેસો પાછા ખેંચવા અને ખેડૂતોને દેવા માફી સહિતની માંગણીઓનો હતો. સભામાં સંબોધન કરતા હાર્દિક પટેલે સરકાર પર આકરા પ્રહાર કર્યા હતા. અને પાટિદાર સમાજને એક થવાનું આહવાન કર્યું હતું. તેમણે કહ્યું કે જો 10 ટકા અનામત આપવી જ હતી તો સરકારે પાટીદાર સમાજના લોકો પર રાષ્ટ્રદ્રોહના કેસ શા માટે કર્યા? હાર્દિકે વધુમાં જણાવ્યું કે જે લોકોની 50 પેઢીમાં કોઈ સરહદ પર શહીદ નથી થયું તેવા લોકો સોશિયલ મીડિયામાં દેશભક્તિની વાતો કરી રહ્યા છે. આપણા સૈનિકો વગર યુદ્ધે શહીદ થઈ રહ્યા છે.