શુક્રવાર, 24 જાન્યુઆરી 2025
  1. સમાચાર જગત
  2. લોકસભા ચૂંટણી 2019
  3. લોકસભા ચૂંટણી સમાચાર 2019
Written By
Last Updated : સોમવાર, 22 એપ્રિલ 2019 (14:17 IST)

Fact Check - PM મોદી પર ભાષણમાં ગાળ આપવાનો આરોપ, જાણો શુ છે હકીકત

ચૂંટણી પ્રચારમાં મશગૂલ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ રવિવારે ગુજરાતના પાટણમાં રેલી કરી. આ રેલીનો એક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. લગભગ 15 સેકંડના આ વીદિયો માટે દાવો કરવામાં આવી રહ્યો છેકે પીએમ મોદીએ પોતાના સંબોધનમાં ગાળનો ઉપયોગ કર્યો. 
 
એક ખાનગી ચેનલના એંટી ફેક ન્યૂઝ વોર રૂમ દ્વારા કરવામાં આવેલ પડતાલમાં જોવા મળ્યુ કે આ વાયરલ થઈ રહેલો વીડિયો સાથે જે દાવો કરવામાં આવી રહ્યો છે તે ખોટો છે. મોદીએ પાટણમાં ગુજરાતી સ્પીચ આપી હતી અને આ દરમિયાન તેમણે કોકી અપશબ્દનો ઉપયોગ કર્યો નથી. 
 
ખુદને પોલિટિકલ એનાલિસ્ટ અને કોંગ્રેસના સમર્થક બતાવનારા ગૌરવ ગાંધીએ ફેસબુક પર આ વીડિયો નાખતા અંગ્રેજીમાં કેપ્શન લખ્યુ જેનો હિન્દી અનુવાદ છે પ્રધાનમંત્રીજી આ કેવા પ્રકારની ભાષા છે ? શુ દેશના પ્રધાનમંત્રીએ સાર્વજનિક રૂપથી આ પ્રકારની ભાષાનો ઉપયોગ કરવો શોભે છે ? વિશ્વાસ નથી થઈ રહ્યો. ઓછામાં ઓછી તમારી ખુરશીનું તો સન્માન કરો." વીડિયોની ઉપર લખ્યુ છે મોદી સેડ બીસી એટ રૈલી. ગૌરવે આ વીડિયો પોતાના ટ્વિટર એકાઉંટ પર શેયર કર્યો  છે. સમાચાર લખતા સુધી વીડિયોને લગભગ 1100 વાર રીટ્વીટ કરવામાં આવી ચુક્યો હતો. 
 
ફેસબુક યૂઝર્સ Varun Singh અને Akbar Owaisi એ પણ આ વીડિયો શેયર કર્યો છે. 
 
વાયરલ વીડિયોમાં પીએમ પાણીની સમસ્યા વિશે વાત કરતા જોવા મળી રહ્યા છે. પણ વીડિયોના અંતમા મોદીના કેટલાક શબ્દોને વારેઘડીએ દોહરાવીને સંભળાવ્યા છે. જેના કારણે એવુ લાગે છે કે પીએમ ગાળ આપી રહ્ય અછે. મોદીની આ સ્પીચ ગુજરાતીમાં છે અને તેઓ થોડા ઝડપથી બોલી રહા છે. જો કે પીએમ મોદીની ઓરિજનલ સ્પીચને જ્યારે ધ્યાનથી સાંભળવામાં આવી તો અમે જોય્યુ કે પીએમ મોદીએ ગાળ નથી આપી. 
 
મોદીએ સ્પીચમાં ગુજરાતીમાં કહ્યુ, 'લોકો એમ કહે છે કે ભવિષ્યમાં લડાઈ પાણીની થવાની છે. અલ્યા બધા કહો છો પાણીની લડાઈ થવાની છે તો પછી પાણી પહેલા પાળ કેમ ન બાંધીએ.." હકીકતમાં પીએમએ ગુજરાતીની એક કહેવત બોલી હતી. જેને ગુજરાતી લોકોને સમજાવવાની જરૂર નથી. 
 
વાયરલ વીડિયોમાં લડાઈ થવાની છે... શબ્દોને વારેઘડીએ દોહરાવ્યા છે. જેથી આ ગાળની જેમ સંભળાય. જો કે જ્યારે અમે આ શબ્દોનો અર્થ ગૂગલ ટ્રાંસ્લેશનની મદદથી શોધ્યુ તો જોયુ કે આનો અર્થ હોય છે થવાની છે. 
 
આ વીડિયો ખોટો છે. 
 
 
સમાચાર સોર્સ - ઈંડિયા ટુડે