બુધવાર, 25 ડિસેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. લોકસભા ચૂંટણી 2019
  3. લોકસભા ચૂંટણી સમાચાર 2019
Written By
Last Updated : ગુરુવાર, 2 મે 2019 (14:50 IST)

જાવેદ અખ્તર બોલ્યા - બૈન ફક્ત બુર્કા પર જ કેમ, ઘૂંઘટ પર કેમ નહી...

લેખક શાયર જાવેદ અખ્તરે આજે ભોપાલમાં હતા. તેમણે બુરખા પર બૈનની ચર્ચા વચ્ચે કહ્યુ જો બુર્કા પર બૈન લાગે છે તો સરકારે રાજસ્થાનમાં ઘૂંઘટ પર પણ પ્રતિબંધ લગાવો. મહારાષ્ટ્ર એટીએસ ચીફ હેમંત કરકરે વિશે પ્રજ્ઞા ઠાકુરના નિવેદન પર અખ્તરે કહ્યુ - મારો મોદીજીનો સુજાવ છેકે તેઓ તેમના શ્રાપનો ઉપયોગ હાફિઝ સઈદ અને બીજા આતંકવાદીઓને ખતમ કરવામાં ઉપયોગ કરે. 
 
જાવેદ અખ્તરે પ્રજ્ઞા ઠાકુર પર સીધો હુમલો કર્યો. તેણે કહ્યુ જ્યારે તેમના શ્રાપથી એક દેશભક્ત ઓફિસર શહીદ થઈ શકે છે તો એવો શ્રાપને નેશનલ વાઈઝ ઉપયોગ  કરવો જોઈએ. હુ મોદીજીને સલાહ આપીશ કે તેમના શ્રાપનો ઉપયોગ હાફિઝ સઈદ અને બીજા આતંકવાદીઓ પર ઉપયોગ કરવો જોઈએ. 
 
કહ્યુ બીજેપીએ કદાચ મજબૂરીમાં પ્રજ્ઞા ઠાકુરને મેદાનમાં ઉતાર્યા છે. પણ આવુ કરીને બીજેપીએ ખુદ જ પોતાની હાર સ્વીકારી લીધી છે. જાવેદ અખ્તરે એવુ પણ કહ્યુ કે તે રાહુલ ગાંધીને ભાવિ પ્રધાનમંત્ર્રીના રૂપમાં નથી જોતા. 
 
એક ખાનગી ચેનલમાં આપેલ ઈંટરવ્યુમાં તેમણે બીજેપી પર નિશાન સાધતા કહ્યુ - લોકો ખોટી કરીને પણ ખુદને સાચા સાબિત કરે છે. બીજેપીએ પ્રજ્ઞા ઠાકુરને ઉતારીને ખુદ પોતાની હાર સ્વીકારી લીધી છે. બીજેપીએ કદાચ  મજબૂરીમાં પ્રજ્ઞાને મેદાનમાં ઉતારી છે. જાવેદ અખ્ત્તરે બીજેપી રાજમાં ડેમોક્રેસી પર સવાલ ઉઠાવ્યા. તેમણે કહ્યુ કે બીજેપીની આ વિચારધારા છેકે જો તમે અમારી સાથે નથી તો તમે એંટી નેશનલ છો. પણ હુ ચોકીદાર ચોર આ પ્રકારની ભાષાના ઉપયોગનુ સમર્થન નથી કરતો. તેમણે કહ્યુ હુ રાહુલ ગાંધીને પણ ભાવિ પીએમના રૂપમાં નથી જોતો.  જાવેદ અખ્તરે કહ્યુ 2019ની ચૂંટણી દેશ માટે મહત્વપૂર્ણ છે. આ ચૂંટણી એક દ્વિ રસ્તો છે. જે રસ્તે દેશ જશે એ ખૂબ લાંબો છે.