શનિવાર, 4 જાન્યુઆરી 2025
  1. સમાચાર જગત
  2. લોકસભા ચૂંટણી 2019
  3. લોકસભા ચૂંટણી સમાચાર 2019
Written By
Last Updated : ગુરુવાર, 11 એપ્રિલ 2019 (18:51 IST)

લોકસભા ચૂંટણી 2019 : પ્રથમ તબક્કાનું મતદાન શાંતિપૂર્ણ સંપન્ન

લોકસભા ચૂંટણી-2019ના પ્રથમ તબક્કાનું મતદાન મોટાભાગનાં રાજ્યોમાં પૂર્ણ થઈ ગયું છે. આ સાથે જ 20 રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોની 91 બેઠક ઉપર ઉમેદવારોનાં ભાવિ ઈવીએમમાં સીલ થઈ ગયાં છે. મહારાષ્ટ્ર, આંધ્ર પ્રદેશ, અરુણાચલ પ્રદેશ, આસામ, બિહાર, છત્તીસગઢ, જમ્મુ-કાશ્મીર, મણિપુર, મેઘાલય, મિઝોરમ, નાગાલૅન્ડ, ઓડિશા, સિક્કિમ, તેલંગણા, ત્રિપુરા, ઉત્તર પ્રદેશ, ઉત્તરાખંડ, પશ્ચિમ બંગાળ, અંદામાન-નિકોબાર અને લક્ષદ્વીપમાં પ્રથમ તબક્કાનું મતદાન યોજાયું હતું. જે ઉમેદવારોનાં ભાવિ ઈવીએમમાં સીલ થઈ ગયાં છે, એમાં કેન્દ્રીય મંત્રી જનરલ (નિવૃત્ત) વી. કે. સિંહ, નીતિન ગડકરી, કૉંગ્રેસનાં રેણુકા ચૌધરી, એઆઈએમઆઈએમના અસદુદ્દીન ઔવેસી સામેલ છે.