માયાવતીનો પીએમ પર હુમલો - PM મોદીએ રાજકારણીય ફાયદા માટે પત્નીને છોડી, BJP નેતાઓની પત્નીઓ પણ ગભરાય છે..

નવી દિલ્હી.| Last Modified સોમવાર, 13 મે 2019 (13:25 IST)
બહુજન સમાજ પાર્ટી (BSP)ની પ્રમુખ માયાવતીએ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી(PM Modi) પર નિશાન સાધ્યુ છે. માયાવતીએ કહ્યુ કે ભાજપાની મહિલા નેતા તેમના પતિઓના પીએમ મોદી સાથેની નિકટતાથી ગભરાય છે. તેમનુ કહેવુ છે કે એ મહિલાઓને ભય છે કે ક્યાક પીએમ મોદી તેમને પણ તેમની પત્નીની જેમ પોતાના પતિઓથી જુદા ન કરાવી દે.
માયાવતીએ કહ્યુ, મને એ તો પણ જાણ થઈ છે કે ભાજપામાં ખાસ કરીને મહિલાઓ પોતાના પતિને મોદીની નિકટ જત જોઈને એવુ વિચારીને વધુ ગભરાય છેકે ક્યાક આ મોદી પોતાની પત્નીની જેમ અમને પણ અમારા પતિથી જુદા ન પાડી દે.


અલરવ ગેગરેપ મામલે પણ માયાવતીએ પીએમ મોદી પર નિશાન સાધ્યુ. તેમણે કહ્યુ નરેન્દ્ર મોદીએ અલવર ગેંગરેપ મામલા પર ચુપ્પી સાધી હતી.
તે આ મુદ્દા પર ગંદી રાજનીતિક કરવાની કોશિશ કરી રહ્યા છે. આ ખૂબ જ શરમજનક છે. તે કેવી રેતે કોઈની બહેન અને પત્નીઓની ઈજ્જત કરી શકે છે જ્યારે પોતે જ રાજનીતિક ફાયદા માટે પોતાની પત્નીને જ છોડી દીધી.

આ ઉપરાંત માયાવતીએ રવિવારે કહ્યુ હતુ કે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ચૂંટણીનો એક નવો જોક્સ શરૂ કર્યો છે કે તેમની જાતિ એ જ છે જે ગરીબની જાતિ છે. માયાવતીએ કહ્યુ, પ્રધાનમંત્રી મોદીએ હવે લોકોને બેવકૂફ બનાવવા માટે ગઈકાલથી એક નવો જોક્સ શરૂ કર્યો છે કે તેમની જાતિ એ જ છે જે ગરીબની જાતિ છે.


તેમણે ટ્વીટ કરી કહ્યુ, "ચૂંટણી સ્વાર્થ માટે મોદી ન જાણે શુ શુ છળ કરશે પણ 5 વર્ષ સુધી કરોડો ગરીબો, મજૂરો, ખેડૂતો વગેરેની દુર્ગશા માટે જનતા તેમને કેવી રીતે માફ કરી શકે છે ? ઉલ્લેખનીય છે કે મોદીએ પોતાની ચૂંટણી જનસભામાં કહ્યુ છે, હુ અતિ પછાત જાતિમાં જન્મ્યો પણ દેશને દુનિયામાં સૌથી આગળ લઈ જવા માટે જી જાનથી લાગ્યા છે. તેમણે કહ્યુ, 'જે લોકો મોદીની જાતિ જાણવા માંગે ક હ્હે તે કાન ખોલીને સાંભળી લે મોદીની એક જ જાતિ છે ગરીબ્ આ લોકો મોદીનુ નહી મોદીની ગરીબીની જાતિનુ સર્ટિફિકેટ માંગી રહ્યા છે.

બીજી બાજુ માયાવતીએ ભાજપા અને કોંગ્રેસ દેશની સમસ્યાઓના સમાધાન કરવામાં નિષ્ફળ રહેવાનો આરોપ લગાવતા રવિવારે લોકોને લોકસભા ચૂંટણીમાં આ બંને પાર્ટીઓને હરાવવાની અપીલ કરી હતી. માયાવતીએ એક ચૂંટણી રેલીને સંબોધિત કરતા ગરીબો અને દલિતો માટે યોગ્ય રીતે અનામત નીતિ લાગૂ કરવામાં નિષ્ફળ થવા પર કોંગ્રેસ પર નિશાન સાધ્યુ હતુ.


આ પણ વાંચો :