શુક્રવાર, 24 જાન્યુઆરી 2025
  1. સમાચાર જગત
  2. લોકસભા ચૂંટણી 2019
  3. લોકસભા ચૂંટણી સમાચાર 2019
Written By
Last Modified: ઈન્દોર , શનિવાર, 11 મે 2019 (12:03 IST)

મોદી એ નવવધુ જેવા છે જે રોટલી ઓછી બનાવે છે પણ બંગડીનો અવાજ વધુ કરે છે - સિદ્ધુ

. લોકસભા ચૂંટણીની ગરમાગરમી વચ્ચે એકવાર ફરી નવજ્યોત સિદ્ધૂએ મોદી પર હુમલો બોલ્યો છે. પંજાબ સરકારમાં મંત્રી અને કોંગ્રેસ નેતા નવજોત સિંહ સિદ્ધુએ પીએમ મોદીને લઈને એક વધુ નિવેદન આપ્યુ છે. તેમની તુલના એક એવી દુલ્હન સાથે કરી છે જે રોટલી ઓછી વણે છે અને બંગડીનો અવાજ વધુ કરે છે. નવજ્યોત સિંહ સિદ્ધુએ પીએમ મોદી પર કામ ઓછુ અને પ્રચાર વધુ કરવાનો આરોપ લગાવ્યો છે. આ પહેલા નવજોત સિંહ સિદ્ધુએ શુક્રવારે ઈન્દોરમાં નવજોત સિંહ સિદ્ધુને કહ્યુ હતુ કે મોદી ફક્ત ખોટુ બોલી રહ્યા છે. પ્રધાનમંત્રી અને તેમનુ આખુ મંત્રીમંડળ ખોટુ બોલનારુ છે. તેમને મોદી સરકર પર કટાક્ષપૂર્ણ આક્રમણ કરતા કહ્યુ, "ના રામ મળ્યા, ના રોજગાર મળ્યો, દરેક ગલીમાં મોબાઈલ ચલાવતો એક બેરોજગાર મળ્યો." 
 
મધ્યપ્રદેશના ઈન્દોરમાં નવજ્યોત સિંહ સિદ્ધુએ કહ્યુ કે મોદીજી એ દુલ્હન જેવા છે જે રોટલી ઓછી વણે છે અને અવાજ વધ્યુ કરે છે જેથી મોહલ્લાવાળાને લાગે કે તે કામ કરી રહી છે.   બસ આ જ થયુ છે મોદી સરકારમા. ઉલ્લેખનીય છે કે આ પહેલા ચૂંટણી પંચે પ્રધાનમંત્રી મોદી વિરુદ્ધ કથિત રૂપે અપામનજનક ટિપ્પણી કરીને પ્રથમ દ્રષ્ટિએ આદર્શ  આચાર સંહિતાનુ ઉલ્લંઘન કરવા માટે કોંગ્રેસ નેતા નવજ્યોત સિંહ સિદ્ધુએ શુક્રવારે એક નવુ કારણ બતાવો નોટિસ રજુ કરી હતી. 
 
ચૂંટણી  પંચને ભાજપાએ ફરિયાદ કરી હતી કે સિદ્ધુએ 29 એપ્રિલના રોજ મધ્યપ્રદેશમાં એક ચૂંટણી રેલી દરમિયાન મોદી વિશે અપમાનજનક ટિપ્પણી કરી હતી.  તેમણે કથિત રૂપે પ્રધાનમંત્રી પર રાફેલ વિમાન સૌદામાં પૈસા બનાવવાનો આરોપ લગાવ્યો હતો. સિદ્ધુએ આ સાથે જ મોદી પર એ પણ આરોપ લગાવ્યો હતો કે તેમણે અમીરોને રાષ્ટ્રીકૃત બેંકોને લૂટ્યા પછી દેશમાંથી ભાગવાની અનુમતિ આપી.  પંચે સિદ્ધુ પર 72 કલાક માટે પ્રચાર કરવા પર રોક લગાવી હતી. પંચે સિદ્ધુ પર આ કાર્યવાહી મુસ્લિમ સમુદાયને કથિત રૂપે એ ચેતાવણી આપવા માટે આપી હતી કે બિહારમાં તેમના વોટોને વિભાજીત કરવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે.